- જૈન આધ્યાત્મિક ગુરુ લોકેશ મુનિને અમેરિકામાં સર્વોચ્ચ સન્માન
- અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સંસ્થાપક છે મુનિ
- જો બાઈડેને પોતાના હસ્તાક્ષર વાળા પત્ર દ્વારા પાઠવ્યા અભિનંદન
ભારતના જૈન આધ્યાત્મિક ગુરુ લોકેશ મુનિને અમેરિકામાં સર્વોચ્ચ સન્માન મળ્યું છે. તેમનું જાહેર હિત અને માનવતામાં યોગદાન બદલ અમેરિકન રાષ્ટ્રપતિનો ગોલ્ડ વૉલંટિયર સર્વિસ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે.
અમેરિકામાં સિનિયર ડેમોક્રેટ સાંસદ બ્રેડ શરમને મંગળવારે ભારતમાં અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સંસ્થાપક મુનિને રાષ્ટ્રપતિ પુરસ્કાર ગોલ્ડન શીલ્ડ અને સર્ટિફિકેટ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યું.
જો બાઈડને આપ્યા અભિનંદન
રાષ્ટ્રપતિ જો બાઈડેનના હસ્તાક્ષર વાળા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હું જનતાની ભલાઈ, દેશ અને માનવતા માટે આપવામાં આવેલ યોગદાન બદલ તમને અભિનંદન પાઠવું છું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિના સ્વયંસેવી સેવા પુરસ્કારના વિજેતાઓની પસંદગી અમેરિકન સરકારની એક સ્વતંત્ર સંસ્થા અમેરીકોર્પ્સ દ્વારા કરવામાં આવે છે.
જવાબદારી વધી ગઈ: જૈન મુનિ
અમેરિકન સન્માનથી સન્માનિત જૈન મુનિએ ટ્વિટર પર એક પોસ્ટ કરતાં કહ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત થવું ગૌરવની વાત છે પરંતુ તેની સાથે સાથે જવાબદારી પણ વધી ગઈ છે.
આપણાં બધા પર નિર્ભર છે અમેરિકા
સાંસદ બ્રેડ શરમને કહ્યું ‘અમેરિકાની વાર્તા આપણામાંથી કોઈ એક પર કે આપણામાંથી કેટલાંક અમુક લોકો પર નહિ પરંતુ આપણાં બધા પર નિર્ભર છે. જનહિતમાં તમારા યોગદાન બદલ હું તમને અભિનંદન આપું છું અને તમને રાષ્ટ્રપતિના ગોલ્ડ વૉલંટિયર સર્વિસ પુરસ્કાર અને દેશ માટે તમારી 500 કલાકની સેવા આપવા બદલ મને ગર્વ છે.’
પડકારોના ઉકેલો શોધવામાં મદદ કરે છે મુનિ
સાંસદે ઉમેર્યું, ‘તમારો જુસ્સો અને સમય આપીને તમે ઉકેલો શોધવામાં અને અમે જે પડકારોનો સામનો કરીએ છીએ તેને ઉકેલવામાં મદદ કરી રહ્યાં છો. અમે એવા સમયમાં જીવીએ છીએ જે આશા, પ્રકાશ અને પ્રેમની રાહ જૂએ છે. આશા છે કે અમારું ભવિષ્ય આગળ વધવાનું અને એકબીજાને પ્રેમાળ બનવાનું જોશે.


