- ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જર્મની અને પશ્ચિમી દેશો વિરુદ્ધ ફરિયાદ
- જર્મનીના વિદેશ મંત્રાલયના કાનૂની સલાહકારે ICJમાં કર્યો બચાવ
- જર્મની દ્વારા મોકલવામાં આવેલા 98 ટકા હથિયારો માત્ર તાલીમ માટે હતા
Israel-Hamas War: ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નિકારાગુઆએ કેસ દાખલ કરીને જર્મની અને પશ્ચિમી દેશો પર ગાઝામાં નરસંહાર માટે ઇઝરાયલને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, જર્મનીએ આ આરોપોથી ઇનકાર કર્યો છે. મંગળવારે જર્મનીના વિદેશ મંત્રાલયના કાનૂની સલાહકાર તાનિયા વો ઉસલારે જણાવ્યું છે કે નિકારાગુઆ દ્વારા દાખલ કરવામાં આવેલ કેસ ઉતાવળિયો અને નબળા પુરાવાઓ પર આધારિત છે. જર્મનીએ આ કેસને રદ્દ કરવા માટે પણ માંગ કરી.
જર્મનીએ ઈઝરાયેલને સમર્થન કરવા પાછળ આપ્યું આ કારણ
તાનિયા વો ઉસલારે જણાવ્યું છે કે જર્મની ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન લોકો બંને પ્રત્યેની પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યું છે. ઇઝરાયેલ માટે જર્મનીની પ્રાધાન્યતા યહૂદીઓનો નાશ કરવાના નાઝીઓના ઇતિહાસને કારણે છે. જર્મન એટર્ની ક્રિશ્ચિયન ટેમ્સે જણાવ્યું હતું કે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા બાદ જર્મની દ્વારા મોકલવામાં આવેલા 98 ટકા હથિયારો માત્ર હેલ્મેટ, દૂરબીન અને બુલેટપ્રૂફ જેકેટ જ છે.
ટેમ્સે જણાવ્યું કે જર્મનીને હથિયારોની જે ચાર ખેપ મોકલવામાં આવી છે તેમાંથી ત્રણ ખેપ તો માત્ર ટ્રેનિંગના હેતુથી મોકલવામાં આવી છે ન કે યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાનાર હથિયારોની. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 6 મહિનાનો સમય થઈ ચૂક્યો છે. અનેક વિરોધ પ્રદર્શનો, કોર્ટમાં દાખલ કરવામાં આવેલ કેસ અને સામાજિક સમૂહો દ્વારા દાવા કરવામાં આવ્યા છે કે ઇઝરાયલ અનેક પેલેસ્ટિનિયન લોકોની હત્યા કરી રહ્યું છે અને તેમાં જર્મની અને પશ્ચિમી દેશો તેની મદદ કરી રહ્યું છે.
IDF અત્યારસુધી મારી ચૂક્યું છે 13 હજારથી વધુ હમાસના આતંકી
તો, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા યુદ્ધને લઈને કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 13 હજાર અને અન્ય આતંકવાદી જૂથો કરતાં વધુ હમાસ લડાકુઓ મારી ચૂક્યું છે. ઉપરાંત, ઑક્ટોબર 7 ના હુમલા દરમિયાન ઇઝરાયેલમાં લગભગ એક હજાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં 1200 નાગરિકોની હત્યા કરી હતી. ઇઝરાયેલી લશ્કરી આંકડાઓ અનુસાર, વેસ્ટ બેંકમાં 3,700 પેલેસ્ટિનિયનોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 1,600 હમાસના છે.


