- પુલના અભાવે હોડીમાં જાન લઇને જવા પર મજબૂર
- રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ
- મંત્રીના મત વિસ્તારની વરવી વાસ્તવિકતા
મહીસાગરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં નાવડીમાં બેસીને નવ જીવનની શરૂઆત કરવામાં આવી છે. લાંબા સમયથી પુલ ન હોવાના કારણે મહીસાગરના સંતરાપુર ખાતે બેટ વિસ્તારમાં લોકોએ નાવડીની મદદ લેવી પડે છે. જેમાં નાવડીમાં જાનૈયાઓએ અવર જવર કરવાની ફરજ પડી રહી છે.
આ અંગેની માહિતી અનુસાર, મહીસાગર જિલ્લામાં સંતરામુપુર બેટ વિસ્તારમાં કોઈ પણ પુલની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલના અભાવે હોડીમાં જાન લઈને જવા પર મજબૂર બન્યા છે.
એટલું જ નહીં રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. મંત્રીના મત વિસ્તારની વરવવી વાસ્તવિકતા જોવા મળી રહી છે. સામાન્ય સુવિધાઓનો પણ અભાવ હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


