- લૂંટના આરોપી ભારતીય શખ્સને નકલી બંદૂક વડે ગુનો આચાર્ય હતો
- વેસ્ટ લંડનના હાઉન્સલોમાં પોસ્ટ ઓફિસમાં આચરી હતી લૂંટ
- શખ્સની 4 એપ્રિલના રોજ તેના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી
લંડન પોસ્ટ ઓફિસમાં ભારતીય મૂળના એક શખ્સ પર લૂંટનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેના પર આરોપ છે કે તેણે નકલી બંદૂકની મદદથી આ સમગ્ર કારસ્તાન આચર્યું હતું.
લૂંટ માટે ઉપયોગમાં લીધી નકલી બંદૂક
આ અંગે સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે રાજવિંદર નામના ભારતીય મૂળના વ્યક્તિએ વેસ્ટ લંડનના હાઉન્સલોમાં પોસ્ટ ઓફિસમાં નકલી બંદૂક બતાવીને કર્મચારીઓને ધમકાવ્યો હતો અને પછી લૂંટ ચલાવી હતી. ત્યારબાદ, 1 એપ્રિલના રોજ તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે તેના ફ્લાઈંગ સ્ક્વોડ અધિકારીઓએ જાસૂસોની મદદથી શંકાસ્પદની ઓળખ કરી હતી.
1 એપ્રિલના રોજ બની હતી ઘટના
1 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે રાજવિન્દર હોન્સલોના બ્રાબેઝોન રોડ પર આવેલ પોસ્ટ ઓફિસમાં ઘૂસ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેણે લૂંટ કરતા પહેલા સ્ટાફના બે સભ્યોને બંદૂક બતાવીને ધમકી આપી હતી. લૂંટ બાદ પોલીસ તુરંત એક્શનમાં આવી અને ડિટેક્ટિવોએ વ્યાપક તપાસ બાદ શંકાસ્પદની ઓળખ કરી લીધી હતી. ત્યારબાદ, પોલીસ દ્વારા રાજવિંદરની ધરપકડ કરવા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
શખ્સના ઘરેથી કરાઇ ધરપકડ
શખ્સની 4 એપ્રિલના રોજ તેના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજવિંદરને શનિવાર, 6 એપ્રિલના રોજ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના પર નકલી ગનની મદદથી લૂંટ કરવાનો આરોપ છે. હાલમાં રાજવિંદર પોલીસ કસ્ટડીમાં છે અને તેને 6 મેના રોજ ઇસ્લવર્થ ક્રાઉન કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


