- હિન્દ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષાને પ્રોત્સાહન આપશે US અને ઇન્ડિયન નેવી
- સંરક્ષણ કરારો હેઠળ અમેરિકા-ભારત સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત
- દરિયાઈ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પરિવહન ગતિવિધિઓમાં ઝડપ
USA News: અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને સાંસદો સમક્ષ નિવેદન આપતા ભારતીય નૌસેના અને અમેરિકન નૌસેનાને લઈને મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે ભારતીય સેનાની ક્ષમતાઓ વધારીને બંને દેશો વ્યાપક પ્રમાણમાં હિન્દ-પ્રશાંત વિસ્તારમાં વધુ સ્થિર શક્તિ સંતુલન જાળવી રાખવા માટે એક સાથે મળીને કામ કરી શકે છે.
તેમણે કહ્યું કે રક્ષા વિભાગના વાર્ષિક બજેટ પર આ અઠવાડિયે કોંગ્રેસની સુનાવણી દરમિયાન સેનેટની સશસ્ત્ર સેવા સમિતિના સભ્યોએ એમ પણ જણાવ્યું કે અમેરિકા અને ભારતની નૌસેનાઓ હિન્દ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પરિવહન ગતિવિધિઓમાં ઝડપ લાવી રહી છે.
ઓસ્ટિને કહ્યું કે ભારતીય સેનાની ક્ષમતાઓને વધારીને આપણે વ્યાપક હિન્દ-પ્રશાંતમાં વધુ સ્થિર શક્તિ સંતુલન જાળવી રાખવા માટે એક સાથે મળીને કામ કરી શકે છીએ. આ બજેટ અનુરોધની સાથે આપણે આપણાં મુખ્ય સંરક્ષણ કરારો હેઠળ અમેરિકા-ભારત સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે.
રક્ષા મંત્રીએ જણાવ્યું કે, ‘આપણી સેનાઓ હિન્દ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત અભ્યાસો, ઇન્ફોર્મેશન શેરિંગ અને અન્ય પરિવહન ગતિવિધિઓમાં ઝડપ લાવી રહ્યા છે.
ઓસ્ટિને કહ્યું કે, ‘આપણે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમેરિકા-ભારતની વધતી ભાગીદારી આપણાં સહયોગીઓ અને ભાગીદારોના વ્યાપક નેટવર્ક ખાસ કરીને ઓસ્ટ્રેલીયા, ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે ચતુર્ભુજ સુરક્ષા સંવાદના પ્રયાસોનું સમર્થન કરે.’
ઈન્ડો-પેસિફિક પર કોંગ્રેસની એક અલગ સુનાવણીમાં, યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ જ્હોન સી. એક્વિલિનોએ ધારાસભ્યોને જણાવ્યું હતું કે પ્રદેશમાં ચીનના આક્રમક પગલાઓ વચ્ચે મજબૂત યુએસ-ભારત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી મુક્ત અને સ્વતંત્ર ઈન્ડો-પેસિફિક માટે મહત્વપૂર્ણ છે.
એક્વિલિનોએ ધારાસભ્યોને એમ પણ કહ્યું હતું કે 2021 માં, ભારત સાથેના તેના લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે, ચીને એક જમીન સરહદ કાયદો પસાર કર્યો હતો, ‘જેમાં દાવો કર્યો હતો કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પવિત્ર અને અતૂટ છે’ અને તેમ સીમા સુરક્ષામાં પીપલ્સ લિબરેશન આર્મીની વધુ સંડોવણી માટે એક કાનૂની માળખું પૂરું પાડે છે.


