- વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઝરી જારી કરી
- ઈરાન આગામી 48 કલામાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે તેવા અહેવાલ
- ઈરાન-ઈઝરાયેલમાં ભારતીયોને દુતાવાસના સંપર્કમાં રહેવાની સૂચના
વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને તમામ ભારતીયોને આગળની સૂચના ન અપાય ત્યાં સુધી ઈરાન કે ઈઝરાયેલની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલમાં હાજર ભારતીયોને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અને પોતાની નોંધણી કરાવવા વિનંતી કરી છે.
ઈરાન આગામી 48 કલામાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે
વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને ભારતીયોને વધુ સૂચના ન મળે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયેલની મુસાફરી ટાળવા જણાવ્યું હતું. ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
ઈરાન-ઈઝરાયેલમાં રહેતાં ભારતીય દૂતાવાસો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવે
વિદેશ મંત્રાલયે એવા ભારતીયોને વિનંતી કરી છે કે, જેઓ હાલમાં ઈરાન અથવા ઈઝરાયેલમાં રહે છે. તેઓ ભારતીય દૂતાવાસોનો સંપર્ક કરે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે. વિદેશ મંત્રાલયે કહ્યું, તેમને પણ વિનંતી કરવામાં આવે છે કે, તેઓ તેમની સુરક્ષા અંગે ખૂબ કાળજી રાખે અને તેમની પ્રવૃત્તિઓને ન્યૂનતમ સુધી મર્યાદિત કરે.


