- પૈસાની તંગીને લીધે એક શખ્સે પરિવારને રહેંસી નાખ્યો
- સાત બાળકો અને પત્નીને પેટ ન ભરી શકતા કૂહાડી વડે હત્યા કરી નાંખી
- ઈદના દિવસે ગરીબીના લીધે શખ્સે અંતિમ પગલું ભર્યું
પાડોશી દેશ પાકિસ્તાનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આર્થિક તંગીથી ઝઝૂમતા શખ્સે પોતાના પરિવારના આઠ સભ્યોને કૂહાડી વડે કરપીણ હત્યા કરી હતી. આ ઘટનામાં તમામ આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. સજ્જાદ ખોખર નામના શખ્સે પોતાના બાળકો અને પત્નીનું પાલન પોષણ નહોતો કરી શકતો. જેથી તેને હત્યા કરી નાંખી.
મળતી માહિતી અનુસાર આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતની છે. આરોપી સજ્જાદ ખોખરે 7 સગીર બાળકો સાથે તેની પત્નીની હત્યા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પૈસાની અછતના કારણે આરોપી ખૂબ જ પરેશાન હતો અને તેની પત્ની સાથે અવારનવાર વિવાદ થતો હતો. આ જઘન્ય અપરાધ બાદ પંજાબ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનામાં સજ્જાદની 42 વર્ષીય પત્ની કૌસર, ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રોના મોત થયા હતા.
આરોપીએ પોલીસને શું કહ્યું?
પોલીસે મીડિયાને જણાવ્યું કે આરોપીએ કુહાડી વડે તેના પરિવારની હત્યા કરી હતી અને આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપી વ્યક્તિએ પોલીસને કહ્યું કે તે હવે તેના બાળકો અને પત્નીને ખવડાવી શકશે નહીં, જેના કારણે તેણે હત્યા કરી. આ ઘટનાએ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને આંચકો આપ્યો છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનમાં સ્થિતિ એટલી કાબૂ બહાર થઈ ગઈ છે કે સામાન્ય લોકો પૈસાના અભાવે પોતાના પરિવારને બરબાદ કરવા પર તણાઈ ગયા છે.
ઈમરાન ખાને ઢાકા દુર્ઘટનાનો ભય વ્યક્ત કર્યો હતો
બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અદિયાલા જેલમાંથી સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરી છે. ઈમરાને કહ્યું કે કોઈ પણ દેશ આર્થિક સ્થિરતા વગર ચાલી શકે નહીં. તેમણે પાકિસ્તાનમાં તાજેતરના રાજકીય વિકાસ અને 1971ની ઢાકા દુર્ઘટના વચ્ચે સરખામણી કરી છે. ઈમરાને પાકિસ્તાનમાં ‘ઢાકા ટ્રેજડી’નો ભય વ્યક્ત કર્યો છે.


