યા હુસેનના નારા સાથે તાજીયા આજે સાંજે પડમાં આવશે
તાજીયો હિન્દુ વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યારે હિન્દુ ભાઇ-બહેનો રોડ ઉપર પાણીનો છંટકાવ કરી રોડને ચોખ્ખો અને પાક કરે છે, જે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે : હબીબભાઇ કટારીયા
અગ્ર ગુજરાત, રાજકોટ
મુસ્લીમ સમાજના પવિત્ર તહેવાર મહોરમ ઈમામે હુસેનની યાદમાં અને કરબલાના ૭૨-શહીદોની યાદમાં વર્ષોથી મનાવાય રહયો છે. આ ઉજવણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટનું એક અનેરૂ આકર્ષણ રહયું છે. દુર દુરથી હિન્દુ-મુસ્લીમ ભાઈ-બહેનો અહીંયા આવે છે. ભાવીકો અને શ્રધ્ધાળુ પોતાની માનતા ફુલ, અગરબત્તી, સેલી, નાળીયેર ચઢાવીને પોતાની માનતા પુરી કરે છે. ખડીચોકી એટલે તાજીયા માતમમાંથી લાઈનદોરીમાં આવે અને પરત માતમમાં ન આવે ત્યાં સુધી તાજીયાની સાથે સતત રહેવાનું અને ઉભા જ રહેવાનું અને તાજીયા માતમમાં આવે પછી જ બેસવાનું હોય છે. આને ખડી ચોકીની માનતા કહેવાય છે. આ બહુ કઠીન માનતા છે છતાં હિન્દુ-મુસ્લીમ ભાઈ-બહેનો શ્રધ્ધાથી અને ભકિતથી આ માનતા રાખે છે. અને પોતાની જે કાંઈ માનતા હોય છે તે પુરી થાય છે. આમ સમગ્ર રાજકોટમાં કોમી એકતા ભાઈચારાથી મહોરમનો તહેવાર ઉજવાય છે. અને તાજીયામાં, સબીલમાં, ન્યાઝમાં, પંજા સવારીમાં, અખાડામાં પણ હિન્દુ ભાઈ-બહેનો સહકાર આપે છે. આમ રાજકોટમાં કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ છે. સદર વિસ્તારમાં દર વર્ષે તાજીયાની સાથે કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં હિન્દુ ભાઈ-બહેનો સાથે જોડાય છે. સદર તાજીયાનો રૂટ ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસ.બી.એસ.બેંક, જયુબેલી ચોક, હરીહર ચોક, સદર મેઈન રોડ થઈ ફુલછાબ ચોક આવશે. જયારે, આઝાદ ચોક, નહેરૂનગર, સુભાષનગર, વૈશાલીનગરહનુમાન મઢી, બહ્મસમાજ, નાણાવટી ચોકથી બધા તાજીયા ફુલછાબ ચોકમાં આવશે. આજ રીતે બન્ને દિવસ તાજીયા રૂટમાં ફરશે. આમ રાજકોટમાં કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ છે. સદર વિસ્તારમાં દર વર્ષે તાજીયાની સાથે કોમી એકતા અને ભાઈચારામાં હિન્દુ ભાઈ-બહેનો સાથે જોડાય છે.
ધર્મપ્રેમીઓ રતીબાપુ બુંદેલા, નરેશભાઈ મકવાણા, સંજયભાઈ પાટડીયા, દિનેશભાઈ મે, ચંદ્રેશભાઈ રાચ્છ, રવિભાઈ સોઢા, કૃષ્ણદત્તભાઈ રાવલ, જયસુખભાઇ ગોસ્વામી, મુન્નાભાઇ કેસરીયા, હાજી આમદભાઈ જીંદાણી, ઈકબાલબાપુ બુખારી, રફીકબાપુ બુખારી, હાજી હુસેનભાઈ માંડરીયા, ઈસ્માઈલભાઈ કુરેશી, એજાદબાપુ બુખારી, શબ્બીરભાઈ કુવાડીયા, ઈકબાલભાઈ ચૌહાણ, મહેબુબભાઇ બેલીમ, ફારૂકભાઇ શેખ, ઇમરાનભાઇશેખ, છોટુભાઇ માંડરીયા, પરવેઝભાઈ કુરેશી, યુનુસભાઈ કટારીયા, રજાકભાઇ કારીયાણી, ઇબ્રાહીમભાઇ મેમણ, તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, ઉપપ્રમુખ યુનુસભાઇ હાસમબાપુ કટારીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારી વિગેરે સતત તાજીયાની સાથે રહેશે. તેમ યાદીમાં જણાવે છે.


