- ભોજાબેડી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ
- કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ
- હવામાન વિભાગની આગાહી મુજબ પડ્યો વરસાદ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 12 થી 15 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેની અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. જેમાં એક તરફ ગઈકાલે દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ઘણાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા ત્યાં આજે સાંજે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી અસર જોવા મળી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરી હતી. જેમાં આજે સૌરાષ્ટ્રના જામનગરના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભોજાબેડી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તેમજ ભારે પવન સાથે કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા છે.
આ સાથે જ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ પડતા ગ્રામ્ય પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી ગરમીમાં રાહત જોવા મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી
નોંધનીય છેકે, હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે 13થી 16 એપ્રિલ દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે 14થી 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. ઉનાળામાં વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે.


