- ગોત્રી સ્થિત મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન
- દાગીના સહિતની ચીજવસ્તુઓની ચોરી
- તપાસ દરમિયાન CCTV બંધ હોવાનું ખૂલ્યું
રાજ્યમાં સતત તસ્કરોનો આતંક વધી રહ્યો છે. જેમાં હવે બેફામ બનેલા તસ્કરોએ મંદિરને ટાર્ગેટ કર્યો છે. જેમાં વડોદરમાં ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. જેમાં ગોત્રી સ્થિત મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. એટલું જ નહીં રૂ. દોઢ લાખની કિંમતની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
આ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાંથી તસ્કરો ભગવાનના ઘરેણાની ચોરી કરી ફરાર થયા છે. ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. મંદિરમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની ચેઈન સહિત અન્ય ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે.
પોલીસે ચોરીનો ગુનો નોંધી ઘટનાના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. જ્યારે ડીસીપી યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ મંદિરમાંથી આશરે દોઢ લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. હાલ પોલીસની અલગ અલગ ટીમ મોકલી તપાસ હાથ ધરી છે.જ્યારે તપાસ દરમિયાન CCTV બંધ હોવાનું ખૂલ્યું છે.
આ સાથે જ પોલીસે ચોરીને અંજામ આપનારની શોધખોળ હાથ ધરી છે. જેના સાથે જ પ્રાથમિક દ્રષ્ટિએ જાણભેદુ હોવાની આશંકા પણ પોલીસ દ્વારા જોવામાં આવી રહી છે. તેમજ ચોરીની ઘટના પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.


