- વડોદરામાં પણ રૂપાલા વિરુદ્ધ શરૂ થયું બેનર યુદ્ધ
- મોડી રાત્રે પરશોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં લાગ્યા બેનર
- રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે લગાવ્યા બેનર
એક તરફ બીજેપી રૂપાલાની ટિકિટ રદ નહિ કરવા અડગ છે, તો રાજપૂત સમાજ ટિકિટ રદ કરાવવા મક્કમ છે અને ગામડે ગામડે ભાજપના કાર્યકરોને પ્રવેશબંધીના બેનર મારવા અભિયાન છેડયુ છે.વડોદરાના માંજલપુર ગામના પ્રવેશ દ્વાર પર ક્ષત્રિય સમાજના યુવાનોએ બેનર લગાવતા પોલીસ અને ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ દોડી આવ્યા હતા તો વિરોધ જોઈને કાઉન્સિલરને પણ પરત ફરવુ પડયુ હતુ.બેનરમાં લખાણ કરવામાં આવ્યુ છે કે,ભાજપના આગેવાનો કે કાર્યકરોએ પુરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ ના થાય ત્યાં સુધી પ્રવેશબંધી ફરમાવી છે.
અમદાવાદ ગ્રામ્યના ગામોમાં લાગ્યા બેનર
એક તરફ ભાજપ રૂપાલાની ટિકિટ રદ નહિ કરવા અડગ છે, તો રાજપૂત સમાજ ટિકિટ રદ કરાવવા મક્કમ છે અને ગામડે ગામડે ભાજપના કાર્યકરોને પ્રવેશબંધીના બેનર મારવા અભિયાન છેડ્યું છે. જેની અસર દસક્રોઇ તાલુકાના અનેક ગામોમાં જોવા મળી રહી છે. દસક્રોઇ તાલુકાના વિસલપુર, વસઈ, જેતલપુર, વિંઝોલ, હાથીજણ, પાલડી-કાંકજ, ઓડ, કાસિન્દ્રા, બાકરોલ બુજરંગ, ઝાણું, ધામતવાણ ગામોમાં પુરૂસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ ભાજપ કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહિના બેનરો રાજપૂત સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે.
રૂપાલાના નિવેદનની નારાજગી ઠેરઠેર
પરશોત્તમ રૂપાલાને ભાજપ પક્ષ તરફથી ગ્રીન સિગ્નલ મળતા રૂપાલાએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે અને હવે તેમને કશું થવાનું નથી અને તેઓ જ રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવાર રહેશે તેવો આત્મવિશ્વાસ તેમના બોડી લેન્ગવેજ પર સાફ જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ રાજકોટમાં ઠેર ઠેર બેનર લાગ્યા છે કે રાજકોટ થી ચૂંટણી લડવા રૂપાલા છે મક્કમ.ભાજપ સાથે અડીખમ.તેવામાં ક્ષત્રિય સમાજએ પણ સૂત્ર જાહેર કર્યું છે કે, રૂપાલાનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજ છે મક્કમ.ક્ષત્રિય સમાજ છે અડીખમ.ક્ષત્રિય સમાજ મામલે પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનની નારાજગી હવે ગુજરાતના ખૂણે ખૂણે પહોચી રહી છે.


