- સનેસ ગામ પાસે વાહનચાલકે યાત્રાળુઓને લીધા અડફેટે
- રાજપરા ખોડીયાર મંદિરે જતા યાત્રાળુને નડ્યો અકસ્માત
- અકસ્માતમાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુનું મોત
ભાવનગર અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત થયા છે. જેમાં સનેસ ગામ પાસે વાહનચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા છે. તેમાં રાજપરા ખોડીયાર મંદિરે જતા યાત્રાળુને અકસ્માત નડ્યો હતો. જેમાં અકસ્માતમાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુનું મોત થયુ છે. તેમજ અકસ્માતમાં અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ થઇ છે.
અજાણ્યા વાહને અકસ્માત સર્જતા 3 લોકોના મોત થયા
ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર સનેસ ગામ નજીક અજાણ્યા વાહને અકસ્માત સર્જતા 3 લોકોના મોત થયા છે. જેમાં વાહન ચાલકે સાત યાત્રાળુઓને અડફેટે લેતા ત્રણના મોત થયા છે. તેમજ ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગર રાજપરા ખોડીયાર મંદિર આવી રહ્યો હતો. એ સમયે વાહને અડફેટે લેતા ત્રણ યાત્રાળુઓના કમકમાટીભર્યા સ્થળ ઉપર મોત થયા છે.
અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થયો
અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થયો છે. તેમજ ઇજાગ્રસ્ત યાત્રાળુઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુના મોત નિપજયા છે. આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ પરિવારના સભ્યોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.


