- ટેકસ અને પેનલ્ટી કેમ ન વસૂલવી તેનો ખુલાસો માગ્યો
- 2 વર્ષમાં બિલ્ડર ગ્રુપ પર દરોડાના આધારે અપાઈ નોટિસ
- કાચી ચીઠ્ઠીમાંથી મળેલા વ્યવહારના આધારે નોટિસ
એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ચૂંટણી પહેલાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજ્યમાં રોકડથી મિલકત ખરીદનાર 400થી વધુને ITની નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ છેલ્લા બે વર્ષમાં થયેલા વ્યવહરોના આધારે નોટિસ આપવામાં આવી છે.
હાલમાં રાજ્યમાં વિવિધ સ્થાનો પર દરોડા તેમજ સર્ચ દરમિયાન પકડાયેલા દસ્તાવેજોની ચકાસણીમાંથી ઈન્કમટેક્સ વિભાગને મોટાપાયે રોકડમાં વ્યવહારો સામે આવ્યા છે. જેમાં લોકોએ ફ્લેટ, બંગલો કે દુકાનો ખરીદવા રોકેડેથી જેટલું પેમેન્ટ કર્યું હતું. જેની વિગતો સાથે IT વિભાગે 400થી વધુ લોકોને કલમ 148 હેઠળ નોટિસ ફટકારી છે.
નોંધનીય છેકે, બિલ્ડર ગ્રૂપ પર પાડવામાં આવેલા દરોડામાંથી મળેલી કાચી ચિઠ્ઠીઓમાં રોકડાના વ્યવહારો સામે આવ્યા છે. જેના આધાર પર IT વિભાગે તમામને નોટિસ મોકલી રોકડમાં થયેલા વ્યવહારો અને જૂના રિટર્ન માગ્યા છે. ઈન્કમટેક્સના 1 એપ્રિલ 2024થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ જો કોઈ કરદાતા કે જૂથ પર દરોડો પાડવામાં આવે અને સર્ચ દરમિયાન ત્રીજા પક્ષકારે કરેલા વ્યવહારોની વિગત પકડાય તો કલમ 148 હેઠળ પાછલાં 2 વર્ષની આકારણી ફરીથી ખુલાસો માગવામાં આવે છે.
તેમજ વિભાગ કરદાતાએ કોઈ આવક છુપાવી હોય તો તેની ગણતરી કરી ટેક્સની ડિમાન્ડ નોેટિસ કાઢી શકે છે. આવા વ્યવહારોમાં 60 ટકા ટેક્સ અને 60 ટકા પેનલ્ટી કેમ ન લગાડવી તેનો ખુલાસો પૂછવામાં આવે છે. બિલ્ડર જૂથો પરના દરોડામાં જપ્ત કરાયેલા કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલ અને હિસાબી ચોપડામાંથી રોકડના વ્યવહારો મળ્યા હતા. આને આધારે ઈન્કમટેક્સ વિભાગે ખરીદી કરનારાનું લિસ્ટ તૈયાર કર્યું હતું.


