- 11 હજારથી વધુ લોકોને વિસ્તાર છોડી દેવા સૂચના અપાઈ
- જવાળામુખીમાં ગત 24 કલાકમાં પાંચ મોટા વિસ્ફોટ થયા
- ભૂકંપને લીધે જવાળામુખીમાં વિસ્ફોટ થતા હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો
સત્તાવાળાઓએ જ્વાળામુખી એલર્ટ લેવલને ઉચ્ચતમ સ્તરે વધાર્યું છે. બુધવાર સુધીમાં ઓછામાં ઓછા 800 રહેવાસીઓએ વિસ્તાર છોડી દીધો હતો. સત્તાવાળાઓએ પ્રવાસીઓને અને અન્ય લોકોને રુઆંગ જ્વાળામુખીથી ઓછામાં ઓછા છ કિલોમીટર દૂર રહેવા વિનંતી કરી છે. અધિકારીઓ ચિંતિત છે કે જ્વાળામુખીનો એક ભાગ સમુદ્રમાં પડી શકે છે, જેના કારણે સુનામી આવી શકે છે, જેમ કે 1871ના વિસ્ફોટમાં થયું હતું.
ભૂકંપના કારણે વિસ્ફોટો થઈ રહ્યા છે
જ્વાળામુખીની દેખરેખ રાખનાર ઈન્ડોનેશિયાના અધિકારી હેરુનિંગત્યાસ દેસીએ બુધવારે (17-04-2024) જણાવ્યું હતું કે ટાપુ પર તાજેતરના ભૂકંપના કારણે માઉન્ટ રુઆંગ ખાતે વિસ્ફોટ થઈ રહ્યો છે. ખતરનાક અને “વિસ્ફોટક ગરમ વાદળો” પર્વત પરથી આકાશમાં 1.8 કિમી (1.1 માઇલ) ઊંચાઈ સુધી દેખાતા હતા. તેણે કહ્યું હતું કે મોટો વિસ્ફોટ પણ થઈ શકે છે. ખાડાના ચાર કિલોમીટરની અંદર કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી નથી.
ઇન્ડોનેશિયામાં કેટલા સક્રિય જ્વાળામુખી છે
તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા “પેસિફિક રિંગ ઓફ ફાયર” માં ફેલાયેલું છે, જે ઉચ્ચ સિસ્મિક પ્રવૃત્તિનો વિસ્તાર છે. આ પ્રદેશ અનેક ટેકટોનિક પ્લેટો પર આવેલો છે. આ પહેલા ડિસેમ્બર 2023માં મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો જેમાં 11 પર્વતારોહકોના મોત થયા હતા. ઈન્ડોનેશિયામાં 120 સક્રિય જ્વાળામુખી છે.


