ગાંધીનગરની સીસ્મોલોજીકલ રિસર્ચના અધિકારીઓની ટીમે ભૂકંપગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
રાજકોટના શાપર-વેરાવળ અને કોટડાસાંગાણી તાલુકાના પડવલા સહિતના ગામોમાં ભેદી ધડાકા સાથે સતત ભૂકંપના આંચકા આવતા હોય ગાંધીનગર સિસ્મોલોજી રિસર્ચ વિભાગની ટીમોએ જુદા-જુદા વિસ્તારની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કર્યો છે. જો કે, હજુ સુધી આ રિપોર્ટ જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવ્યો નથી પરંતુ સતત આવી રહેલા ભૂકંપના હળવા આંચકાઓ જોતા તંત્ર દ્વારા શાપર-વેરાવળ પંચાયત કચેરીમાં ભૂકંપ માપક યંત્ર મુકવામાં આવ્યું છે.ગઈકાલે ગાંધીનગર થી અધિકારિઓની ટીમે શાપર વેરાવળ ખાતે મુલાકાત લીધી હતી.
રાજકોટ અને કોટડા સાંગાણી તાલુકામાં સતત આવી રહેલા ભૂકંપના આંચકા મામલે સોમવારે ગાંધીનગરથી સીસ્મોલોજીકલ રિસર્ચના અધિકારીઓ ડો. નીસર્ગ મકવાણા અને દિલીપસિહ એશાપર-વેરાવળ તેમજ પડવલા અને ગુંદાસરા વિસ્તારમાં સર્વે કામગીરી કરી હતી અને પડવલા પાસે આવેલ રીવેરા ફેકટરીની નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય ત્યાં મુકવામાં આવ્યું છે.
સીસ્મોલોજીકલ રીસર્વેના અધિકારીઓના પ્રાથમિક રીપોર્ટમાં જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં એ સીસ્મીક ઝોન-૩માં આવતો હોય જેમાં જમીનની ઉંડાઈથી ૧૦ કિ.મી. નીચે પાણી અને પથ્થર ભેગા થતા હોય આ ભૂકંપના આંચકાથી ધરા ધણધણી હતી.


