- મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગની જ્વાળાઓ વધુ ઉગ્ર બની
- ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ હુમલાને લઈને મોટો દાવો
- ઈજરાયલી સમર્થક મિલિશિયા જૂથ ઇરાનમાં ઘૂસ્યું: અધિકારીઓ
ઈઝરાયેલનો હુમલો, તેની સાથે ઈરાનનો વળતો હુમલો, ત્યારબાદ, ઈઝરાયેલના વધુ એક હુમલાથી મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગની જ્વાળાઓ વધુ ઉગ્ર બની ગઈ છે. શુક્રવારે સવારે ઈઝરાયેલે ઈરાનના 9 સ્થળો પર હુમલો કર્યો હતો. આ હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. ઈરાની અધિકારીઓનું માનવું છે કે ઈરાન પર આ હુમલો તેની ધરતી પરથી કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચેના સંઘર્ષ વચ્ચે આ એક ખૂબ જ મહત્વની અને ચોંકાવનારી વાત છે.
ઈરાની અધિકારીઓનું માનવું છે કે ઈરાનની અંદરથી જ ડ્રોન ચલાવવામાં આવ્યા હતા. તેમનો દાવો છે કે ઈજરાયલી સમર્થક મિલિશિયા જૂથ ઈરાનમાં ઘૂસી આવ્યું. આ જૂથે જ ડ્રોન દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા. અહી ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ હુમલાને લઈને ઈરાન હજુ સુધી ન તો ક્લીન ચિટ આપી રહ્યું છે અને ન તો આ હુમલાને ઇઝરાયલનો હુમલો માની રહ્યું છે. હુમલો નાનો હોય કે મોટો, જો ઇરાને સ્વીકારી લીધી કે આ ઇઝરાયલનો હુમલો હતો તો ઈરાન પર જવાબી કાર્યવાહી કરવાનું દબાણ વધી શકે છે.
ક્યાં અને કેવી રીતે ઈઝરાયેલે હુમલો કર્યો?
શુક્રવારે વહેલી સવારે ઈઝરાયેલે મિસાઈલ અને ડ્રોન વડે ઈરાનના 9 સ્થળોને નિશાન બનાવ્યા હતા. તેમાં આર્મી કેપિટલ ગણાતા ઈસ્ફહાન શહેરનો પણ સમાવેશ થાય છે. અહીં એરપોર્ટની આસપાસ વિસ્ફોટોનો અવાજ સંભળાયા હતા. ત્યારબાદ, ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. નતાન્ઝ ન્યુક્લિયર પ્લાન્ટની સાથે, ઇસ્ફહાનમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનું એરફોર્સ હેડક્વાર્ટર પણ છે.


