- લોકસભાની ચૂંટણીનો માહોલ વિદેશમાં પણ જામ્યો
- આફ્રિકાના યુગાન્ડામાં મોદીના સમર્થનમાં નીકળી વિશાળ રેલી
- 400 પારના સૂત્રો સાથે યુગાન્ડામાં નીકળી કાર રેલી
લોકસભાની ચૂંટણીને લઇને દેશમાં માહોલ જામ્યો છે. 19એપ્રિલે પ્રથમ તબક્કાનું વોટિંગ થયુ ત્યારે હવે 26 એપ્રિલે બીજા તબક્કાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર તેજ બન્યો છે. આજે પીએમ મોદીએ રાજસ્થાનમાં બે ચૂંટણી સભા સંબોધી હતી. વિવિધ રાજ્યોમાં ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે તેમાં હવે વિદેશ પણ બાકાત નથી.
આફ્રિકામાં પીએમ મોદીના સમર્થનમાં રેલી
લોકસભાની ચૂંટણીને લઇને વિદેશમાં પણ માહોલ જામ્યો છે. આફ્રિકાના યુગાન્ડામાં પીએમ મોદીના સમર્થનમાં વિશાળ રેલી નીકળી હતી. આફ્રિકામાં પણ 400 પારના નારા લોકો કાર લઇને નીકળ્યા હતા. રેલીના દ્રશ્યોમાં જોવા મળ્યુ કે સૌ કોઇએ ભગવા રંગના કપડા પહેર્યા હતા. હાથમાં ભાજપના ઝંડા લઇને મોદી મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા.
અબ કી બાર 400 પારના નારા લાગ્યા
આ લોક સભાની ચૂંટણીમાં મોદીની ગેરંટી, અબકી બાર 400 પાર આ બંને નારા ફેમસ છે. ત્યારે આફ્રિકામાં પણ મોદી પ્રશંસકોએ અબકી બાર 400 પાર તથા ફીર એકબાર મોદી સરકારના નારા લગાવીને યુગાન્ડાના માર્ગો પર બીજેપીનો ઝંડો લહેરાવતા જોવા મળ્યા હતા. મોદી મોદીના નારાથી યુગાન્ડાના જનમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. કહેવાય છેને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. યુગાન્ડામાં મોદી પ્રેમી ભારતીયો દ્વારા ભારતમાં થઇ રહેલી ચૂંટણીને લઇને અનોખો જુસ્સો અને જોશ દેખાડ્યો હતો.


