- પ્રાર્થના સભા હોલમાં સભા બાદ અન્નકૂટ અને મહાઆરતી
- વિવિધ મંદિરના સંતો, નેતાઓ સહિત હજારો હરિભક્તો હાજર રહ્યાં
- સંસ્કારધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ થી ધાર્મિક પૂજા વિધિ કાર્યક્રમ યોજાયો હતો
કરજણ નેશનલ હાઇવે પર ભવ્ય આત્મીય સંસ્કારધામ બનાવેલ છે. સંસ્કારધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ થી ધાર્મિક પૂજા વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંતો, રાજકારણીઓ અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
કરજણ નેશનલ હાઇવે પર બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની કૃપા અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આશિષથી ભવ્યથી અતિ ભવ્ય આત્મીય સંસ્કારધામ બનાવેલ છે, જે સંસ્કાર ધામમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધવાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્ર્રોક્ત વિધિથી અવસર ઉજવાયેલ છે. જેમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ગણેશજી, હરી શાસ્ત્ર્રી મહારાજ, યોગીજી મહારાજ અને ગુરુ હરીપ્રસાદ સ્વામીજી ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. મૂર્તિ પ્રતિષ્ઠા ના બે દિવસના કાર્યક્રમમાં સંતો, રાજકારણીઓ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહીને અન્નકૂટ તથા મહાઆરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


