- રાજપૂત સમાજની અરજી મુદ્દે સિંગલ જજની બેન્ચનો નિર્દેશ
- કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી કાળા વાવટા ફરકાવી નહીં શકે
- રાજપૂત સમાજે અમદાવાદ CPના જાહેરનામાને પડકાર્યો છે હાઈકોર્ટમાં
રાજપૂત સમાજની અરજી મુદ્દે સિંગલ જજની બેન્ચનો નિર્દેશ આવી ગયો છે. જેમાં કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા માટે રાહ જોવી પડશે. તેમાં કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી કાળા વાવટા ફરકાવી શકે નહીં. તથા અમદાવાદ કમિશનરના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
જાહેરનામામાં કાળા વાવટા, બેનર સાથે વિરોધ પર પ્રતિબંધ
જાહેરનામામાં કાળા વાવટા, બેનર સાથે વિરોધ પર પ્રતિબંધ છે. ત્યારે ક્ષત્રિય સમાજને ડબલ બેન્ચમાં અરજી કરવા નિર્દેશ છે. આગામી દિવસમાં ક્ષત્રિય સમાજ ડબલ બેન્ચમાં અરજી કરશે. તેથી ક્ષત્રિય સમાજે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા માટે રાહ જોવી પડશે. કારણ કે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટીએ નિર્દેશ કર્યો છે. તેમાં ક્ષત્રિય સમાજે પોલીસ કમિશનરના પરિપત્રને હાઇકોર્ટમાં પડકાર્યો છે. આગામી દિવસમાં ક્ષત્રિય સમાજ દ્વારા ડબલ બેન્ચમાં અરજી કરાશે.
જાણો શું હતો સમગ્ર મામલો:
પરશોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થતાં આંદોલનની નવી રણનિતી ઘડી નાખી છે. જેમાં ગોતા ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની હાજર રહ્યા હતા. તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં એક PIL કરી હતી. પોલીસની દમનગીરી મુદ્દે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કરે તે યોગ્ય નહીં તેવો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો.


