- શાળાને નિયમ મુજબ જ્ઞાન સહાયક મળે પરંતુ શાળાએ લીધુ નહી : DEO
- કોઈપણ ગ્રાન્ટેડ શાળા અચાનક વર્ગ બંધ કરવા નિર્ણય ના લઇ શકે :DEO
- નિયમ મુજબ શાળાએ બંધ કરવા માટે કરવાની હોય છે અરજી :DEO
ગઈકાલે અમદાવાદમાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં હોબાળો થયો હતો. જેમાં ધોરણ 8 માંથી પાસ થયેલાને ધોરણ 9 માં લેવાનો શાળાએ ઈન્કાર કરતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓએ જણાવ્યું હતુ કે શિક્ષકો ન હોવાથી અન્ય સ્કૂલમાં એડમિશન લેવા સૂચના આપવામાં આવી છે.તો આજે અમદાવાદ DEOએ સ્કૂલને આદેશ કર્યો છે કે,શાળા વિધાર્થીઓને એડમિશન રદ કરશે નહી સાથે સાથે ધોરણ 9 ના વર્ગ ચાલુ રહેશે.
હિન્દીને બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવા કહેવાયું હતું
હિન્દીને બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવા કહેવાયું હતું. જેમાં 56 વિદ્યાર્થીઓના એડમિશન અટક્યા છે. ત્યારે શાહીબાગમાં આવેલ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં વાલીઓનો હોબાળો સામે આવ્યો હતો. 8માં ધોરણમાંથી પાસ થયેલા 9માં ધોરણમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં લેવાનો ઇનકાર કર્યો છે. જેમાં 8માંથી 9માં ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં તેવો વાલીઓનો આક્ષેપ છે. તેમજ શિક્ષકો ન હોવાથી અન્ય સ્કૂલમાં એડમિશન લેવા વાલીઓને સૂચના અપાઇ છે.
DEOનો આદેશ
સ્કૂલ તંત્ર દ્વારા ધોરણ-9 થી 12માં હિન્દી મુખ્ય વિષયના જ શિક્ષક ન હોવાને લીધે હિન્દી માધ્યમ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી. જોકે, આ અંગે વાલીઓને અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હતી. ધોરણ-8 પાસ કરી ધોરણ-9માં આવનારા 56 વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કર્યા વગર જ LC આપી દેવામાં આવ્યા હતા. સ્કૂલ દ્વારા થોડાક સમય પહેલા જ અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા માટે જણાવાય છે. આમ, આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીનું ધ્યાન જતાં તેમણે સ્કૂલને નોટિસ ફટકારી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ આ મુદ્દે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો હતો.


