- અમેરિકાની બેંકિંગ ફર્મના સીઈઓ જેમી ડિમોને પીએમ મોદીની પ્રશંસા કરી
- ભારતમાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે તે દરમ્યાન આવ્યું નિવેદન
- અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતાની જરૂર છે: જેમી ડિમોન
અમેરિકન બેંકિંગ ફર્મ જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડિમોને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ તેમના દેશની મોટી વસ્તીને ગરીબીમાંથી બહાર કાઢી છે. જેમી ડિમોન એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘પીએમ મોદીએ ભારતમાં અતુલ્ય કામ કર્યું છે. હું અમેરિકાના ઉદારવાદી પ્રેસને ઓળખું છું, જે નરેન્દ્ર મોદીની સતત ટીકા કરે છે. તેમણે 40 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આ દરમિયાન ડિમોને ભારતમાં ગરીબી નાબૂદી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને નોકરશાહીમાં સુધારા વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ડિમોને કહ્યું, ‘ઘણા અમેરિકન અધિકારીઓ ભારત વિશે કલ્પના કરે છે, આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ કે તેઓએ પોતાનો દેશ કેવી રીતે ચલાવવો જોઈએ. નરેન્દ્ર મોદી ભારતમાં પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક દેશોની સરકારો જળવાયુ પરિવર્તન અને મજૂર અધિકારો પર ભારતની ટીકા કરે છે, જ્યારે તેમની પાસે શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ નથી. ડિમોને આગળ કહ્યું, ‘ભારતે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે, જેમાં ફિંગરપ્રિન્ટ્સ અને આંખો દ્વારા લોકોને ઓળખવામાં આવે છે.’ વાસ્તવમાં, ડિમોન ભારતના ઓળખ આઈડી આધાર કાર્ડ વિશે વાત કરી રહ્યો હતો, જેમાં લોકોના ફિંગરપ્રિન્ટ અને આંખોનો ડેટા છે.
ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થયું
પીએમ મોદીની પ્રશંસા કરતા ડિમોને કહ્યું કે તેમણે જન ધન યોજના હેઠળ 70 કરોડ લોકોના ખાતા ખોલાવ્યા છે, જેમાં લોકોને સીધી સરકારી સહાય મોકલવામાં આવી છે. આ દરમિયાન તેમણે ભારતની શિક્ષણ પ્રણાલીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું છે. ડિમોને કહ્યું કે કઠોર અમલદારશાહીને તોડવા માટે તમારે સખત બનવું પડશે, જે મોદી કરી રહ્યા છે. તેણે કહ્યું, ‘અમને પણ અમેરિકામાં આવું જ કંઈક જોઈએ છે.’ વિશ્લેષકોનું માનવું છે કે ડિમોન એ સંકેત આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે અમેરિકાને પીએમ મોદી જેવા નેતાની જરૂર છે.
ભારતમાં ઘણા પરિવર્તન
સીઈઓ ડિમોને આગળ જણાવ્યું કે ભારતમાં કદાચ 29 રાજ્ય છે જે યુરોપની જેમ છે. આ તમામ રાજ્યોમાં જુદીજુદી ઈન્કમટેક્સ પ્રણાલીઓ છે. જેથી ઘણો ભ્રષ્ટાચાર થતો. આ તમામ ચીજોને પીએમ મોદી તોડી રહ્યા છે. તાજેતરમાં આ ચીજોને પીએમ મોદીએ બદલ્યું છે. જેની અમેરિકામાં જરૂર હતી. ડિમને પીએમ મોદીની પ્રશંસા એવા સમયે કરી છે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે.


