લોહાણા મહાપરિષદ ઝોન-4ની પ્રથમ કારોબારી બેઠક અમરેલી ખાતે યોજાઈ
વિવિધ એજન્ડા અંગે હોદેદારો દ્વારા ચર્ચા-વિચારણા કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
લોહાણા જ્ઞાતિની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-4ની વર્ષ 2026-31ની પાંચ વર્ષની ટર્મની પ્રથમ કારોબારી બેઠક અમરેલી ખાતે લોહાણા મહાજન અમરેલી અને શ્રી લોહાણા વિદ્યાર્થીભવન અમરેલી ના યજમાનપદે લોહાણા મહાજન વાડી, લાઠી રોડ, અમરેલી ખાતે યોજાઈ હતી. ઝોન-4માં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણીના માર્ગદર્શન નીચે ઝોનલ પ્રમુખ સુમિત ઠકકર ના નેતૃત્વ માં ઝોન 4 ની યોજાયેલી આ બેઠકમાં નવનિયુક્ત હોદેદારો, જિલ્લા તથા તાલુકા કક્ષાના જવાબદાર આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ ઝોન-4 હેઠળના વિવિધ મહાજનોના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લોહાણા જ્ઞાતિના સર્વાંગી વિકાસને લોહાણા મહા પરિષદની વિવિધ સેવાઓને લોકો સુધી પહોંચાડવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો તેમ જ બેઠકમાં વિવિધ એજન્ડા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી.બેઠક ની સ્વાગત વિધિ લોહાણા મહાપરિષદ ઝોન 4 ના અમરેલી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વણજારા દ્વારા કરવા માં આવી હતી. બેઠક ની શરૂઆત માં મહાપરિષદ ધ્વજ વંદન ગીત અને મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટય કરવા માં આવ્યું હતું. બેઠક શરૂઆત જી કે ટેસ્ટ માં ક્રમાંક મેળવનાર બાળકો ને ઇનામો આપવા આ આવ્યા હતા.
આ બેઠક માં ઝોન પ્રમુખ સુમિત ઠકકર, પરિષદ ના જો.સેક્રેટરી કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા, કોર કમિટી ચેરમેન ડો.ભરતભાઈ કાનાબાર, ભાવેશભાઈ સોઢા, દિનેશભાઇ રૂપારેલીયા, સંજયભાઈ વણજારા, પ્રફુલભાઈ બાટવીયા, હિતેશભાઈ રાયચા, ભરતભાઈ પોપટ, હર્ષિલભાઈ વસાણી, તેજસભાઈ કારીયા, મહેન્દ્રભાઈ સાદરાણી, નિલેશભાઈ સેલાણી, અનિલભાઈ વડેરિયા, વિજયભાઈ વસાણી, ચન્દ્રકાંતભાઈ સેદાણી, અશ્વિનભાઈ ઠકકર, ભદ્રેશભાઈ ઠકકર , કેતનભાઈ ખંધેડીયા ,નિલેશભાઈ મજીઠિયા, હર્ષિલભાઈ વસાણી સહિત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ લોહાણા જ્ઞાતિ ના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્ર ના નિષ્ણાત ની મહાપરિષદ ઝોન 4 ના વિવિધ હોદ્દાઓ ઉપર નિમણુંક કરવા માં આવેલ હોય તેમને નિમણુંક પત્ર ઝોન 4 ના પ્રમુખ સુમિત ઠકકર , પરિષદ ના જો.સેક્રેટરી કૃષ્ણકાંતભાઈ રૂપારેલ, કોર કમિટી ચેરમેન ડો ભરતભાઈ કાનાબાર અને સેક્રેટરી ભાવેશભાઈ સોઢા ના હસ્તે એનાયત કરવા માં આવ્યા હતા.
કારોબારી બેઠક ને સફળ બનાવવા માટે નિશાંત ગઢિયા, વૈભવ ચંદારાણા, મુકેશભાઈ મજીઠિયા, દર્શનભાઈ સેદાણી, પિયુષભાઈ સોનપાલ, હિતેષભાઈ પોપટ, પ્રિતેશભાઈ માનસેતા, જયદીપભાઈ વીઠ્ઠલાણી, જલ્પેશભાઈ નથવાણી, સંદીપભાઈ કોટક, હરેશભાઇ સેદાણી, નિલેશભાઈ સેદાણી, રિશીભાઈ રૂપારેલીયા, મેહુલભાઈ વડેરા, બિરજુભાઈ અટારા, સંજયભાઈ જીવરાજાણી, જીજ્ઞેશભાઈ કોટક અને પ્રેમભાઈ વસાણી એ જહેમત ઉઠાવી ને બેઠક ને સફળ બનાવી હતી. કાર્યક્રમ નું સંચાલન
ધવલભાઈ ભિમજીયાણી અને સંજયભાઈ વણજારા દ્વારા કરવા માં આવ્યું હતું.


