- લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ સુરત પોલીસ એક્શમમાં
- અનુપમસિંહ ગેલોત સુરત CP બન્યા બાદ અનેક ગેંગોમાં ફફડાટ
- 13 દિવસમાં 37 ગુનેગારોને પાસા અને 25 જેટલાં ગુનેગારોને તડીપાર
લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં આવી ગયા છે. અનુપમસિંહ ગેલોત સુરત CP બન્યા બાદ પાસા હેઠળ કાર્યવાહીમાં વધારો થયો છે. 13 દિવસમાં 37 ગુનેગારોને પાસા અને 25 જેટલાં ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે.
સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ બાદ અઢી મહિના જેટલા સમય સુધી વિવિધ આરોપી ગુનેગારોને લગતી કાર્યવાહી સ્થગિત હતી. જો કે હાલમાં જ અનુપનમસિંહ ગેહલોત દ્વારા સુરત પોલીસ કમિશનર તરીકે ચાર્જ સાંભળવામાં આવ્યો છે. હવે તેમણે ચુંટણી આચાર સહિતાની વચ્ચે ચાર્જ સાંભળી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.
સુરત શહેરમાં મોટા ગુના જેવા કે જાતીય સતામણી, મિલકત સંબંધી અને પ્રોહિબિશનમાં વારંવાર સંડોવણી ધરાવતા ગુનેગારોને પકડવા પાસાનો વિકલ્પ અપનાવ્યો છે. વ્યાજખોર, વાહનચોર, ઘરફોડ ચોર, બળાત્કારી તેમજ બૂટલેગરો સામે પાસાની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
સુરતમાં અસામાજીક તત્વો બેફામ બન્યા હતા. તેવામાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. મળતી માહિતી મુજબ, સુરતમાં માથાભારે મીંડી ગેંગના 2 સભ્યોની પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પાસા થયેલા આરોપી મોહમ્મદ માઇઝ મુહંમદ હનીફ શેખ, મોહમંદ તાહા મોહમંદ હનીફ શેખ ઉર્ફે મીંડી ગેંગ સામે મહિલાઓ સાથે છેડતી, મીલકત સંબંધી, પ્રોહીબિશન સંબંધી હેઠળના ગુનામાં સંડોવાયેલા હતા. આ બન્ને આરોપીઓને અમદાવાદ અને નડિયાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે. આમ, અનુપમસિંહ ગેલોત સુરત CP બન્યા બાદ પાસા હેઠળ કાર્યવાહીમાં વધારો થયો છે. 13 દિવસમાં 37 ગુનેગારોને પાસા અને 25 જેટલાં ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે.


