- પોરબંદર લોહાણા સમાજના અગ્રણીએ કોંગ્રેસ છોડી દીધી
- કોંગ્રેસમાંથી વિધાનસભાની ટિકિટ ન મળતા નારાજગી હતી
- લોહાણા સમાજના અગ્રણી પરિમલ ઠક્કર ભાજપમાં જોડાયા
આગામી 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જેને લઈને ઉમેદવારી પત્રકો ભરાઈ ચૂક્યા છે અને આવતીકાલ સુધીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચવામાં આવશે. ત્યારે, અત્યારથી કોંગ્રેસ માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદર મતદાન જાગૃતિ કાર્યક્રમમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.
લોહાણા સમાજના અગ્રણીએ કેસરિયો ધારણ કર્યો
મળતી માહિતી મુજબ, પોરબંદરમાં લોહાણા સમાજના અગ્રણી પરિમલ ઠક્કર ભાજપમાં જોડાયા. કોંગ્રેસમાંથી વિધાનસભાની ટિકિટ ન મળતાં નારાજગી હતી. ત્યારે પરિમલ ઠક્કરે કોંગ્રેસ છોડીને કેસરિયા ધારણ કર્યો હતો.
બનાસકાંઠામાં વધુ કાર્યકરોએ કેસરિયા કરી લીધા છે.
તાજેતરમાં જ, બનાસકાંઠાના ધાનેરાથી પક્ષપલટાના સમાચારો આવી રહ્યા છે. ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના પૂર કોર્પોરેટર સહિત 10 લોકો ભાજપમાં જોડાઈ ગયા છે. ધાનેરામાં ભાજપના લોકસભાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કોંગ્રેસના પૂર્વ નગર સેવક પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગણેશભાઈ કાગ સહિત 10 લોકોએ ભાજપમાં
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગણેશભાઈ કાગ સહિત 10 લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે, પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર અચાનક ભાજપમાં જોડાઈ જતાં અનેક તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગણેશ કાગ પોતાના 10 સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જતાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.


