- પાડોશી દેશ ચીનમાં મૂશળધાર વરસાદને લીધે ચારેબાજુ વિનાશ
- ચીનના દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં હાઈવેનો એક હિસ્સો તૂટી પડયો
- ફાયરના જવાનો અને સ્થાનિકોએ 31 લોકોને બચાવી લીધા
પાડોશી દેશ ચીનમાં વરસાદે ભારે કેર વરસાવ્યો છે. જેથી ઠેર-ઠેર જાનહાનિ અને હાલાકીના અહેવાલ સામે આવી રહ્યા છે. ચીનના દક્ષિણી ગુઆંગડોંગ પ્રાંતના મેઇઝોઉ શહેરમાં એક રોડનો એક ભાગ ધરાશાયી થયો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં તાજેતરના દિવસોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બચાવકર્મીઓએ 30 લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા છે. રોડનો 17.9 મીટર (58.7 ફૂટ) લાંબો ભાગ ધરાશાયી થતાં અઢાર કાર ઢાળ પરથી નીચે પટકાઈ હતી.
મૂશળધાર વરસાદને લીધે આ અકસ્માત થયો
મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં તાજેતરના દિવસોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બચાવકર્મીઓએ 30 લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા છે. રાજ્યની ન્યૂઝ ચેનલ સીસીટીવીએ જણાવ્યું હતું કે ગુઆંગડોંગ પ્રાંતમાં મેઇઝોઉ શહેર અને ડાબુ કાઉન્ટી વચ્ચેના રસ્તાનો એક ભાગ લગભગ 2:10 વાગ્યે તૂટી પડ્યો હતો.
પાણી અને અકસ્માતનો ભોગ બનેલા 31 લોકોનું રૅસ્કયૂ
મળતી માહિતી અનુસાર, ભારે વરસાદ અને અકસ્માતને લીધે કુલ 18 વાહનો ફસાઈ ગયા હતા. જેથી ફાયરના જવાનો અને સ્થાનિકોએ 31 લોકોને ઘટનાસ્થળેથી બચાવી લઈને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો અને રસ્તામાં કેટલાક મીટર પહોળા ખાડો જોયો હતો. જો કે બાદમાં સ્થિતિ એકદમ બદલાઈ હતી. લોકો બચાવવા માટે ચીસો પાડી રહ્યા હતા.


