- અમેરિકાના પોર્ટલેન્ડના રહેવાસી 46 વર્ષીય ચેંગ સૈફન 8 વર્ષથી કેન્સર પીડિત
- પોર્ટલેન્ડના ચેંગ સૈફનને 1.3 અબજ ડોલરનો જેકપોટ લાગતા નસીબ બદલાયુ
- ચેંગ સૈફન જેકપોટના રુ. 1.3 અબજ ડોલર એક મિત્ર સાથે શેર કરવા માગે છે
અમેરિકાના આ કેન્સર પીડિત વ્યક્તિએ વિચાર્યું પણ નહોતું કે, તેનું નસીબ આ રીતે બદલાઈ જશે. કેન્સર પીડિત વ્યક્તિ એક જ ઝાટકે અબજોપતિ બની ગયો હતો. તેને 1.3 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 109 અબજનો જેકપોટ મળ્યો છે. પરંતુ જ્યારે તે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તે આટલા પૈસા લઈને શું કરવા જઈ રહ્યો છે તો તેના જવાબમાં તેણે શું કહ્યું તે જાણીને તમને નવાઈ લાગશે. કારણ કે, આ વ્યક્તિ શું કરે છે તે જોવાનું ખૂબ જ દુર્લભ છે.
46 વર્ષીય ચેંગ સૈફન 8 વર્ષથી કેન્સરથી પીડિત
અમેરિકાના પોર્ટલેન્ડના રહેવાસી 46 વર્ષીય ચેંગ સૈફન 8 વર્ષથી કેન્સરથી પીડિત છે. તાજેતરમાં તેણે કીમોથેરાપી કરાવી હતી. તે જીતેલા પૈસા એક મહિલા મિત્ર સાથે શેર કરવા માંગે છે જેણે તેને ટિકિટ ખરીદવામાં મદદ કરી હતી.
ચેંગના આ કામથી તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે
ચેંગે ઓરેગોન લોટરી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેણે અને તેની 37 વર્ષીય પત્ની ડુઆનપેને ઈનામની રકમ મિલવૌકીની 55 વર્ષીય લિસા ચાઓ સાથે સમાન રીતે વહેંચવાનું નક્કી કર્યું છે. કારણ કે, તેણે લિસા સાથે લોટરીની ટિકિટ ખરીદી હતી. આવી બાબતોને સ્વીકારનારા બહુ ઓછા લોકો હોય છે. આ માટે ચેંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ત્રણેય કર કપાત પછી $422 મિલિયન એટલે કે, આશરે રૂ. 35 બિલિયન ની એકસાથે ચૂકવણી કરી રહ્યા છે.
તેણીએ હવે કામકરવાની જરુર નથી
વધુમાં, ચેંગે કહ્યું કે ટિકિટ ખરીદ્યા બાદ લિસાએ મજાકમાં તેને એક તસવીર મોકલી હતી અને પૂછ્યું હતું કે તે અબજોપતિ ચેંગને કેવી રીતે પસંદ કરે છે. અને જુઓ આજે આ વાત સાચી સાબિત થઈ છે. જ્યારે ચેંગે લોટરી જીતવા વિશે સાંભળ્યું ત્યારે તેણે સૌથી પહેલું કામ લીસાને ફોન કરીને કહ્યું કે તેણીને હવે કામ કરવાની જરૂર નથી કારણ કે તેણી જેકપોટ જીતી ચૂકી છે.
જીતેલા પૈસાથી સૌથી પહેલા આ કામ કરશે ચેંગ
તે વ્યક્તિએ કહ્યું કે તે જીતેલા પૈસાથી પહેલા ઓરેગોનમાં ઘર ખરીદશે અને લોટરી રમવાનું ચાલુ રાખશે. રિપોર્ટ અનુસાર, લગભગ ત્રણ મહિના પછી કોઈએ આ પાવરબોલ જેકપોટ જીત્યો છે. આ અમેરિકાની આઠમી સૌથી મોટી લોટરી છે. તે જ સમયે, આ ઇતિહાસનો ચોથો સૌથી મોટો જેકપોટ છે. અગાઉ 2022માં કેલિફોર્નિયામાં એક વ્યક્તિએ સૌથી મોટો જેકપોટ એટલે કે $2.04 બિલિયન એટલે કે રૂ. 170 બિલિયનથી વધુ જીત્યો હતો.


