- આતંકવાદને આશરો આપનારો દેશ પાકિસ્તાન હવે મુંઝવણમાં મુકાયો
- માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં કુલ 56 આતંકવાદી હુમલા થયા
- એપ્રિલમાં અલગ-અલગ સ્થળોએ 77 હુમલા થયા હતા જેમાં 70 લોકોએ જીવ ગુમાવ્યા
આતંકવાદને આશરો આપનારો દેશ પાકિસ્તાન હવે મુંઝવણમાં મુકાયો છે. તેવામાં પાકિસ્તાનમાં ઈસ્લામાબાદના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં કુલ 56 આતંકવાદી હુમલા થયા છે. એપ્રિલમાં અલગ-અલગ સ્થળોએ 77 હુમલા થયા હતા જેમાં 70 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સ્થાનિક મીડિયા ડોને અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન PICSSના અહેવાલ મુજબ, હુમલાથી ખૈબર પખ્તુનખ્વામાં ભારે નુકસાન થયું છે. આ હુમલાઓમાં 35 નાગરિકો અને 31 સુરક્ષાકર્મીઓ સહિત 70 લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, રિપોર્ટ અનુસાર, આતંકી હુમલા દરમિયાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા અને હુમલામાં 32 નાગરિકો અને 35 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ સિવાય માર્ચમાં 56 આતંકી હુમલા થયા જેમાં 77 લોકોના મોત થયા અને 67 લોકો ઘાયલ થયા. આતંકવાદને લઈને પાકિસ્તાન હંમેશા સમગ્ર વિશ્વમાં ધ્યાનનું કેન્દ્ર રહે છે. પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં 38% વધારો થવાના સંકેત છે. મૃત્યુદરમાં 9% ઘટાડો થયો હોવા છતાં, ઘાયલોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી.
રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર મહિનામાં પાકિસ્તાનમાં સંભવિત હુમલાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોએ કેટલા પ્રયાસો કર્યા હતા. હુમલા દરમિયાન સુરક્ષા દળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 55 શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન 12 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બશામ આત્મઘાતી હુમલાના આરોપીઓનો પણ સમાવેશ થાય છે. માર્ચની સરખામણીમાં આતંકવાદીઓ માર્યા જવાના કેસોમાં 55%નો વધારો થયો છે.
એપ્રિલમાં કેટલા આતંકવાદી હુમલા થયા?
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલમાં થયેલા કુલ આતંકવાદી હુમલાઓમાંથી 73 ટકા હુમલા ખૈબર પખ્તુનખ્વામાં થયા છે. ગયા મહિને આ વિસ્તારમાં 56 હુમલા થયા હતા. રિપોર્ટ અનુસાર આ હુમલામાં સુરક્ષા દળોના 26 જવાનો અને 17 નાગરિકોના મોત થયા છે. ઘાયલોની કુલ સંખ્યા 32 હતી, જેમાંથી 19 સુરક્ષા દળો અને 13 નાગરિકો હતા. તે જ સમયે, પેશાવરમાં ચાર અને સ્વાત, સ્વાબી, ચારસદ્દા, શાંગલા અને બટ્ટગ્રામમાં 1-1 હુમલા થયા હતા. PICSS અનુસાર, KPK ના આદિવાસી જિલ્લાઓમાં ઓછામાં ઓછા 25 હુમલા થયા જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા અને 22 ઘાયલ થયા.


