- ભાજપના સમર્થનમાં આવતીકાલે યોજાશે ક્ષત્રિય સંમેલન
- જયરાજસિંહના પુત્ર ગણેશસિંહની અધ્યક્ષતામાં યોજાશે સંમેલન
- વિવિધ ક્ષત્રિય સમાજના લોકો-આગેવાનો રહેશે હાજર
ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ભાજપના સમર્થનમાં ગોંડલમાં ફરીએકવાર આવતીકાલે 5 મે ના રોજ ક્ષત્રિય સંમેલન યોજાશે,ગોંડલ ખાતે રાજપૂત સમાજની વાડીએ આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે,જેમાં ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ,કારડીયા રાજપૂત,નાડોદા રાજપૂત,સોરઠીયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો સંમેલનમાં હાજર રહેશે.
સમાજ એક થયો છે
બાવળાના ગામડાઓમાં ફરીને ધોળકાના ચંડીસર ગામે ક્ષત્રિય સમાજના ધર્મરથનું હતું. જેમાં મોટી સમાપન કરાયું હતું. જ્યાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હાજર ક્ષત્રિય અને અન્ય સમાજના લોકોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા મા ભવાનીના સોગંદ લઈ પ્રતિજ્ઞા પણ લીધી હતી. સમાજ એક થઈ ગયો છે. આ સમાજ તેનો જવાબ સાત તારીખે અને આવનારા દિવસોમાં આપશે. આ સંમેલનમાં ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો અર્જુનસિંહ ગોહિલ, કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રૂપાલાનું નિવેદન ભાજપને નડશે.
બે દિવસ પહેલા પણ નર્મદામાં યોજાયુ ક્ષત્રિય સંમેલન
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અન્ય જ્ઞાતિના આગેવાનો પણ જોડાયા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન તૃપ્તિબા રાઉલ અને મહેન્દ્રસિંહ રાઠોડે અમે 36 દિવસથી કહીએ છીએ અને પત્ર પણ લખ્યા છે, એટલે ભાજપને મત ન આપવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 5 લાખની લીડ નહીં મળે, સમગ્ર ક્ષત્રિય સમાજ બીજેપી વિરુદ્ધ મતદાન કરશે. આ સંમેલનમાં સમાજની મહિલા, પુરુષ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શું હતો સમગ્ર વિવાદ
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી.


