- સરથાણા વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને કર્યો આપઘાત
- વિદેશમાં રહેતા પુત્રનો સાથ ન મળતા પગલું ભર્યું
- વૃદ્ધ દંપત્તિએ સુસાઇડ નોટમાં આપઘાતનું કારણ જણાવ્યું
સુરતમાં વૃદ્ધ દંપત્તિએ આપઘાત કર્યો છે. જેમાં સરથાણા વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને આપઘાત કર્યો છે. વિદેશમાં રહેતા પુત્રનો સાથ ન મળતા પગલું ભર્યું છે. વૃદ્ધ દંપત્તિએ સુસાઇડ નોટમાં આપઘાતનું કારણ જણાવ્યું છે. વિદેશ ગયા બાદ પુત્ર અળગો રહેતા વૃદ્ધ માત-પિતાએ આપઘાત કર્યો છે.
દેવાની ભરપાઈ કર્યા બાદ પુત્ર કેનેડા જતો રહ્યો હતો
દેવાની ભરપાઈ કર્યા બાદ પુત્ર કેનેડા જતો રહ્યો હતો. જ્યાંથી માતા-પિતાની સારસંભાળ પણ લેતો ન હતો. તેથી વૃદ્ધ ગેડિયા દંપતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. તેમજ અગાઉ સુરતના અડાજણમાં એક જ પરિવારના સાત લોકોના સામુહિક આપઘાત કર્યો હતો. જે મામલે મોટો ખુલાસો થયો છે. સુરત ડીસીપી રાકેશ બારોટે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું, એક જ પરિવારના 7 સભ્યોએ આપઘાત કર્યો હતો. જે તે સમયે સ્યુસાઇડ નોટ મળેલી હતી. તેમાં આરોપીના નામ ન હતા, પરંતુ ઘરમાંથી રેકોર્ડ મળ્યા હતા.
ઇન્દ્રપાલ શર્માના 20 લાખના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા
જેમાં ઇન્દ્રપાલ શર્માના 20 લાખના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આરોપી દિવાળી પહેલા 20 લાખ ચૂકવી દેવા પ્રેશર કરતો હતો. ફર્નિચરના બિલ હતા, મનીષ સોલંકી 1 કરોડની લોન માટે પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ લોન એપ્રુવ થઈ નહોતી. ભાગીદાર ઈન્દ્રપાલ જ દુષ્પ્રેરણાનો મુખ્ય આરોપી નીકળ્યો હતો. ભાગીદાર દ્વારા મનીષ સોલંકીને સામી દિવાળીએ ધંધાના લાખો રૂપિયા બીલો ભરવા દબાણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન મનીષ સોલંકીના ઘરેથી વધુ એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં ભાગીદાર ઇન્દ્રપાલ શર્માનું નામ હતું. ઇન્દ્રપાલ ફર્નિચરના કામમાં મનીષ સોલંકીનો ભાગીદાર હતો.


