- વોર્ડ નં 3ના કોંગ્રેસ આગેવાનો જોડાયા ભાજપમાં
- રૂપાલા અને ભરત બોઘરાની હાજરીમાં ભાજપમાં જોડાયા
- દાનાભાઈ હુંબલ અને આહીર સમાજના આગેવાનો ભાજપમાં સામેલ
લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ગાબડુ પડ્યુ છે. જેમાં વોર્ડ નં 3ના કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા છે. પરશોત્તમ રૂપાલા અને ભરત બોઘરાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. દાનાભાઈ હુંબલ અને આહીર સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે.
વોર્ડ નંબર 3નાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા
રાજકોટ શહેર કોંગ્રેસમાં મોટું ગાબડુ પડ્યુ છે. જેમાં વોર્ડ નંબર 3નાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. પરશોત્તમ રૂપાલા અને ડોક્ટર ભરત બોઘરાની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસની ટીકીટ ઉપર કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હુંબલ અને આહીર સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે. જેમાં ભાજપનો ખેસ પહેરાવી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણીના મતદાનના કાઉન્ટ ડાઉન સમયે જ મોરબી કોંગ્રેસમાં ગાબડુ પડ્યું
તેમજ લોકસભા ચૂંટણીના મતદાનના કાઉન્ટ ડાઉન સમયે જ મોરબી કોંગ્રેસમાં ગાબડુ પડ્યું છે, મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર અને લાલપર ગામના 200 કોગ્રેસી હોદેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમા જોડાયા ગયા હોવાનું ભાજપ દ્વારા જાહેર કરાયું છે. લોકસભા ચૂંટણી સમયે જ મોરબી કોંગ્રેસમાં ગાબડુ પડ્યું હોવાનું તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદળિયાએ જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના સમર્થનમા અને ગરીબ, મહિલા, ખેડૂત, યુવાઓના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષમાં કરેલ કાર્યોથી પ્રેરાઇ મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર અને લાલપર ગામના 200 કોંગ્રેસી હોદેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમા જોડાયા હતા.


