આજે લોકશાહીનું મહાપર્વ છે. લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થશે. આ સિવાય કર્ણાટકની 14 અને ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થશે. અત્યાર સુધી દેશમાં 190 લોકસભા સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


