- સુનિતા વિલિયમ્સ અવકાશમાં રેકોર્ડ 322 દિવસ પસાર કરી ચુકી છે
- ટેક્નિકલ ખામીને લીધે સુનિતા વિલિયમ્સનું અવકાશયાન રોકી દેવાયું
- આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશ તેની માટે બીજું ઘર જેવું છે : સુનિતા વિલિયમ્સ
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની ત્રીજી અવકાશ યાત્રી હાલ પૂરતી ટળી ગઈ છે. ટેક્નિકલ ખામીને કારણે અવકાશ યાન ઉડે તેના 90 મિનિટ પહેલા જ મિશનને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ નવી લોંચ થવાની તારીખ જાહેર નથી કરવામાં આવી
ટેક્નિકલ ખામીને લીધે અવકાશ યાત્રા રોકી દેવાઈ
સુનિતા વિલિયમ્સે મંગળવારે સવારે ત્રીજીવાર અવકાશ યાત્રા પર જવાની હતી. સુનિતા બોઈંગના સ્ટારલાઈનર અવકાશ યાનથી ફલોરિડાના કેપ કોર્નિવલમાં આવેલા કેનેડી સ્પેસ સેન્ટટરથી ભારતીય સમય અનુસાર સવારના આઠ વાગ્યે ઉડવાની હતી. પરંતુ અવકાશ યાન ઉડે તેની 90 મિનિટ પહેવા વૈજ્ઞાનિકોએ અવકાશ યાનના ઓક્સિજન વાલ્વમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ. જેથી ઉડ્ડયન રોકી દેવામાં આવ્યું. સુનિતા વિલિયમ્સની સાથે નાસાના વૈજ્ઞાનિક બેરી વિલ્મોર પણ બોઈંગના અવકાશ યાનથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન જવાના હતા.
સુનિતા વિલિયમ્સના નામે રેકોર્ડ નોંધાયેલો છે
સુનિતા વિલિયમ્સ અવકાશમાં રેકોર્ડ 322 દિવસ પસાર કરી ચુકી છે. તેની પાસે સૌથી વધુ કલાક સ્પેસવોક કરનારી મહિલા હોવાનો રેકોર્ડ છે. વિલિયમ્સ પ્રથમવાર નવ ડિસેમ્બર 2006ના રોજ અવકાશમાં ગઈ હતી અને 22 જૂન 2007 સુધી અવકાશમાં રહી હતી. સુનિતા વિલિયમ્સે ચાર વાર રેકોર્ડ 29 કલાક અને 17 મિનિટ સુધી સ્પેસવોક કર્યું હતું. ત્યારબાદ સુનિતા વિલિયમ્સ 14 જુલાઈ 2012ના રોજ બીજીવાર અવકાશયાત્રા પર ગઈ અને 18 નવેમ્બર 20212 સુધી અવકાશમાં રહી હતી. 59 વર્ષીય વિલિયમ્સે જણાવ્યું કે ઉડ્ડયન પહેલા તે થોડીક નર્વસ હતી. પરંતુ સાથે તે અવકાશયાનમાં ઉડવાના ઉત્સાહને લઈ ઉત્સાહમાં હતી. વિલિયમ્સે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશ તેની માટે બીજું ઘર જેવું છે.


