- નિર્માણાધીન બહુમાળી ઈમારત ધરાશાયી થતા અગાઉ નવ લોકોનાં મોત થઈ ચુક્યા છે
- છેલ્લા ચાર દિવસથી ઘટનાસ્થળે બચાવ કામગીરી પૂરજોશમાં
- કાટમાળમાં દટાયેલા 44 મજૂરો જીવતા હોવાની આશા સમાપ્ત થઈ રહી છે
દક્ષિણ આફ્રિકામાં આજથી ચાર દિવસ પહેલા નિર્માણાધીન બહુમાળી ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. જો કે આ ઈમારતના કાટમાળમાં 44 મજૂરો જીવતા દટાઈ ગયા હતા જેથી તેઓ હજી જીવતા હોવાની આશા દિવસેને દિવસે સમાપ્ત થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના જ્યોર્જ શહેરમાં સોમવારે બપોરના સમયે પાંચ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બચાવ કર્મચારીઓ માટે જીવતા લોકોની શોધ કરવાનું સૌથી પડકારજનક કામ ભારે મશીનોની મદદથી હજારો ટન કાટમાળ હટાવાનું છે. જો કે ચાર દિવસ થઈ ગયા હોવા છતાં હજી કાટમાળમાં દટાયેલા લોકોનો કોઈ સગડ નથી મળ્યા.
ઈમારત દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને નવ થઈ
સરકાવી વહીવટી તંત્ર અનુસાર, હોસ્પિટલમાં એક શ્રમિકનું સારવાર દરમ્યાન મોત થઈ જતા આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને નવ થઈ ગઈ છે. તેમને જણાવ્યું કે અત્યાર સુધી કાટમાળમાંથી જે 28 શ્રમિકોને કાઢવામાં આવ્યા છે તેમાં 21ની સ્થિતિ ગંભીર છે. અથવા તેમની ઈજા વધુ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જ્યોર્જ શહેર રાજધાની કેપટાઉનથી 400 કિલોમીટર દૂર આવેલું છે. જ્યોર્જ શહેરના અધિકારીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોની સંખ્યા 50થી વધુ થઈ શકે છે.
નવી જાણકારી સામે આવી
ઘટનાસ્થળે મોટા મશીન દ્વારા કાટમાળ હટાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બચાવ ટુકડી સતત પ્રયાસમાં લાગેલી છે. શહેરનું આખું વહીવટી તંત્ર દુર્ઘટનાસ્થળે ખડેપગે તૈનાત છે. જો કે બુધવારથી કોઈપણ જીવિત વ્યકિત કાટમાળમાંથી નથી મળી રહ્યાં. શહેર વહીવટી તંત્રએ ગુમ થયેલા લોકોની સંખ્યાનો આંકડો 38થી વધારીને 44 કર્યો છે. કારણ કે, અગાઉ જેટલા મજૂરો નિર્માણાધીન સ્થળે હાજર રહાત તેનું અનુમાન લગાવ્યું હતું. નવી જાણકારી અનુસાર, જ્યારે ઈમારત ધરાશાયી થઈ ત્યારે 81 મજૂરો ઈમારતમાં કામ કરી રહ્યા હતા. પહેલા અધિકારીઓએ ત્યાં 75 મજૂરો હોવાની વાત કહી હતી. જો કે ચાર દિવસ થવા છતાં બચાવ કામગીરી પૂરજોશમાં છે.


