- ચીનના નવનિયુક્ત રાજદૂતે ઘટતા વેપારને લઈ ચિંતા વ્યક્ત કરી હતી
- ચીન સાથે ગત વર્ષે કુલ વેપાર વધી 136.2 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યો થયો
- ભારતની વેપાર ખાધ પાછળ ઘણા પરિબળો હોવાનો ચીને સ્વીકાર કર્યો હતો
દેશમાં ચીનના નવનિયુક્ત રાજદૂત જૂ ફેઈહોંગે વધતા વેપાર ઘટાડાને લઈ ભારતની ચિંતાઓનો સ્વીકાર કરતા કહ્યું કે તીન વધુ ભારતીય કંપનીઓને પોતાની બજારમાં પ્રવેશની સુવિધા દઈ આ મુદ્દે સમાધન કરવા તૈયાર છે. વર્ષોથી ભારત માટે ચિંતાનો વિષય રહ્યો છે. વેપાર ઘટાડો વર્ષ-2023માં 99.2 ટકા અબજ અમેરિકી ડોલર થયો જ્યારે ચીન સાથે કુલ દ્વીપક્ષીય વેપાર 136.2 અબજ ડોલર હતો. વર્ષ-2022માં વેપાર ઘટાડો પહેલીવાર 100 અબજ ડોલરથી વધુ 101 અબજ ડોલર રહ્યો હતો. ભારત આ સંબંધમાં ઘણીવાર ચીનની સાથે પોતાની ચિંતા દર્શાવતું રહ્યું છે. ભારત ચીન પર દબાણ નાખતું રહ્યું છે. કે તે પોતાના પ્રમુખ નિકાસ ક્ષમતા ધરાવતા ક્ષેત્રો, અનાજ સિવાય આઈટી, ટેક્નોલૉજી, દવાને ભારતીય કંપનીઓ માટે ખોલે.
‘ચીન ભારતની ચિંતા સમજે છે’
એમ્બેસેડર તરીકે પોતાની ફરજો નિભાવવા માટે ભારત જતા પહેલા મીડિયા સાથે સાથે વાત કરી હતી. ફેઈહોંગે ચીનના વલણને પુનરોચ્ચાર કર્યો કે તેનો વેપાર સરપ્લસ ચલાવવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું, “ભારતની વેપાર ખાધ પાછળ ઘણા પરિબળો છે. ચીન ભારતની ચિંતાઓને સમજે છે. વેપાર સરપ્લસ જાળવવાનો અમારો હેતુ ક્યારેય નહોતો.”
‘ચાઈનીઝ માર્કેટ એકદમ ઓપન છે’
ફેઈહોંગે કહ્યું, “ચીની બજાર ભારત સહિત તમામ દેશો માટે ખુલ્લું છે. અમે ભારતીય ઉત્પાદનો ખરીદવા માટે ઘણા વેપાર પ્રતિનિધિમંડળ ભારતમાં મોકલ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ વેચાણપાત્ર ભારતીય ઉત્પાદનો ચીનના બજારમાં આવે. અમે ચાઇના ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સ્પો, ચાઇના-સાઉથ એશિયા એક્સ્પો, કેન્ટન ફેર અને અન્ય ફોરમમાં ભારતની ભાગીદારી માટે વધુ સુવિધાઓ આપવા તૈયાર છીએ.” તેમણે કહ્યું, ”ચીન ભારતીય કંપનીઓને ચીનની બજારની માંગને પહોંચી વળવા અને વ્યાપારી સફળતા હાંસલ કરવામાં મદદ કરશે. અને વ્યવસાયિક સહકારની શક્યતાઓનો લાભ લેવામાં મદદ કરવા પણ તૈયાર છે.
‘દ્વિપક્ષીય વેપાર માટે પ્રવાસ સારો છે’
ફેઈહોંગે કહ્યું, “ગયા વર્ષે, ભારતમાં ચીની રાજદ્વારી મિશનોએ લગભગ 190,000 વીઝા ઈશ્યૂ કર્યા હતા, જેમાંથી 80 ટકાથી વધુ બિઝનેસ વીઝા હતા. દ્વિપક્ષીય વેપાર માટે બંને બાજુથી વ્યાપારી યાત્રાઓ સારી છે. અમે આશા રાખીએ છીએ કે ભારત વેપારની તકો માટે ભારતમાં આવતા ચીની ઉદ્યોગપતિઓને વધુ સુવિધાઓ આપી શકે.
આંકડાઓ શું કહે છે
મહત્ત્વનું છે કે, પૂર્વ લદ્દાખમાં સૈન્ય ગતિરોધ લઈ બંને દેશો વચ્ચે તણાવ થવા છતાં દ્વીપક્ષીય વેપાર ઉચ્ચ સ્તરે થયો હતો. ચીનના કસ્ટમ વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, ગત વર્ષે બંને દેશ વચ્ચે કુલ વેપાર વધી 136.2 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે આ વર્ષની શરૂઆથમાં ભારતનો વેપાર ઘટાડો વધીને 99.2 અબજ ડોલર થયો. જે ગત વર્ષની સરખામણીમાં થોડો ઓછો છે.


