- એક્સ એકાઉન્ટ બરતરફી વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી
- ચાર એકાઉન્ટ સસ્પેન્ડના વિરુદ્ધ ચુકાદાને પલટ્યો
- એલન મસ્કના આ નિર્ણયથી ભારે ચકચાર
X કોર્પે ભારતમાં 26 માર્ચથી 25 એપ્રિલની વચ્ચે 184,241 ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ બાળ જાતીય શોષણ અને અશ્લીલતાના પ્રચાર સાથે સંબંધિત હતા. આ સિવાય માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે પણ દેશમાં આતંકવાદનો પ્રચાર કરવા સામે પગલાં લેતા 1,303 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ તેના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેને તેની ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા ભારતમાં વપરાશકર્તાઓ તરફથી 18,562 ફરિયાદો મળી છે. કંપનીએ 118 ફરિયાદો પર કાર્યવાહી કરી જેમાં એકાઉન્ટ સસ્પેન્શનની અપીલ કરવામાં આવી હતી.
ચાર ખાતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય પલટાયો હતો
પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, આમાંથી ચાર ખાતાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ખાતા વિશે સામાન્ય પ્રશ્નો સંબંધિત 105 વિનંતીઓ પ્રાપ્ત થઈ હતી. ભારતમાંથી મોટાભાગની ફરિયાદો પ્રતિબંધોના ઉલ્લંઘન, દ્વેષપૂર્ણ વર્તણૂક, પુખ્ત સામગ્રી અને દુર્વ્યવહાર/સતામણીની હતી.


