- ઈન્ડોનેશિયામાં અચાનક પૂર આવવાથી ઠંડો લાવા સમગ્ર વિસ્તારમાં પથરાયો
- જળવાયુ પરિવર્તનને લીધે કુદરતી હોનારતની ઘટનાઓ વધી
- 28 લોકોનાં મોત બાદ બચાવ કામગીરી પૂરજોશમાં
પશ્ચિમ ઈન્ડોનેશિયમાં અચાનક આવેલા પૂર અને જવાળામુખીથી નીકળેલા ઠંડા લાવામાં 28 લોકોનાં મોત થયા હતા. ઈન્ડોશિયાની સરકારી સંસ્થાએ જણાવ્યું કે રવિવારે બપોર બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પશ્ચિમ સુમાત્રા પ્રાંતના અગમ અને તનાહ દાતાર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જે બાદ અચાનક આગ લાગી હતી. માઉન્ટ મેરાપીમાં પૂર બાદ ઠંડો લાવા સમગ્ર વિસ્તારમાં પથરાઈ જતા લોકો આ લાવામાં ગરકાવ થતા મોતને ભેટયા હતા. જો કે ઘટનાની જાણ થતા સ્થાનિક અને સરકારી તંત્ર બચાવ કામગીરી આરંભી દીધી હતી.
જવાળામુખીમાંથી નીકળેલા ઠંડા લાવારસને લહરના નામથી ઓળખવામાં આવે છે. આનામાં રાખ, રેત અને કાંકરા જોવા મળે છે. આ ભારે વરસાદ દ્વારા જવાળામુખીના ઢોળાવથી નીચે આવે છે. મળતી માહિતી અનુસાર એક સંસ્થાએ સોશિયલ મીડિયા પર આપેલી જાણકારી શેર કરી હતી. જેમાં પશ્ચિમ સુમાત્રાના માર્ગો પર મોટી શિલાઓ અને માટી ધસી આવેલે દેખાઈ રહી છે. આ હોનારત આ જ દ્વીપ પર એક ભયંકર પૂર આવ્યાના બે મહિના પછી આવી છે.
કુદરતી હોનારત થતી રહે છે
પૂરને પગલે, સત્તાવાળાઓએ ગુમ થયેલા પીડિતોને શોધવા અને લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટે બચાવકર્તા અને રબર બોટની એક ટીમ મોકલી છે. દરમિયાન, સ્થાનિક સરકારે મદદ વિસ્તારવા માટે બંને જિલ્લાઓમાં અનેક સ્થળોએ સ્થળાંતર કેન્દ્રો અને ઈમરજન્સી ચેકપોઇન્ટ્સ સ્થાપ્યા. નોંધનીય છે કે ઈન્ડોનેશિયામાં વરસાદની સિઝનમાં ભૂસ્ખલન અને પૂરનું જોખમ રહેલું છે. ગયા અઠવાડિયે, દક્ષિણ સુલાવેસીમાં ભૂસ્ખલન અને પૂરથી ઘરો અને રસ્તાઓને નુકસાન થયું હતું, જેમાં 15 લોકો માર્યા ગયા હતા.
જળવાયુ પરિવર્તન જવાબદાર હોવાનો દાવો
આની પહેલા માર્ચમાં પશ્ચિમ સુમાત્રામાં ભૂસ્ખલન અને પૂર પછી ઓછામાં ઓછા 26 લોકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. પૂરથી માઉન્ટ મેરાપીમાંથી ઠંડો લાવા પણ નીચે આવ્યો હતો. જે સુમાત્રાનો સૌથી સક્રિય જવાળામુખી અને ઈન્ડોનેશિયન દ્વીપસમુહમાં આશરે 130 સક્રિય જવાળામુખીઓમાંનો એક છે.
મળતી માહિતી અનુસાર, આ સિવાય ગત વર્ષે ડિસેમ્બરમાં મારાપીમાં વિસ્ફોટ થયો હતો અને આકાશમાં ત્રણ હજાર મીટરની ઉંચાઈ સુધી રાખ ઉડી હતી. જે જવાળામુખી કરતાં પણ વધુ ઊંચો હતો. આ વિસ્ફોટમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિચ ઓછામાં ઓછા 24 પર્વતારોહીઓના મોત થયા હતા. વિશેષમાં ઈન્ડોનેશિયામાં તાજેતરમાં વરસાદની સિઝનમાં અન્ય કુદરતી દુર્ઘટનાઓ પણ થતી રહે છે. જે નિષ્ણાતો અનુસાર જળવાયુ ફેરફારને લીધે થઈ છે.


