- 54 વર્ષીય નેપાળના શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો રેકોર્ડ કર્યો
- દુનિયાના 14 સૌથી ઉંચા ટોચ ધરાવતા પર્વતો નેપાળમાં આવેલા છે
- કામી રીતા શેરપા અત્યાર સુધી કુલ 29મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરી ચુક્યા છે
નેપાળના શેરપાએ એકવાર ફરીથી ઈતિહાસ રચ્યો છે. ફરી પોતાની હિંમતથી પર્વતારોહી કામી રીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર ધ્વજ લહેરાવ્યો છે. જ્યાં પર્વતોની ઉંચાઈ એક સપનું છે. ત્યાં કામી રીતા શેરપાએ પોતાના શમણાને 28મી વાર પૂરું કર્યું છે, અને આ વખતે તેમને 29મી વખત પોતાની હિંમતથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું છે. શેરપાએ આ વખતે એવરેસ્ટનું ચઢાણથી પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે.
શેરપાએ પોતાના નામે એક રેકોર્ડ કર્યો અને 29મી વાર વિશ્વના સૌથા ઉંચા ટોચ પર ચઢીનાર પ્રથમ વ્યકિતનું ટાઈટલ પોતાના નામે કરી દીધું છે. નેપાળ પર્વત ગાઈડ કામી રીતા શેરપાની ઉંમર 54 વર્ષ છે. વર્ષ-1994થી તેઓ પર્વતો પર ચઢતા આવ્યા છે. ઉપરાંત માઉન્ટ એવરેસ્ટની સાથે તેઓ હિંમાલયની ઉંચા ટોચ પર પણ પોતાના ઝંડો ફરકાવ્યો છે.
શેરપાએ આપેલી પ્રતિક્રિયા
શેરપાએ પોતાની 29મી ચઢાણ પર જતા પહેલા કહ્યું કે હું સાગરમાથા પર ચઢવા જઈ રહ્યો છું. મારો બીજો કોઈ હેતુ નથી. મેં માત્ર પર્વતારોહણનો વ્યવસાય યથાવત્ રાખવા માગું છું. હું રેકોર્ડ માટે નથી ચઢી રહ્યો. તેમને વધુમાં કહ્યું કે આ વર્ષે હું 29મી વખત સાગરમાથા પર ચઢવા નીકળ્યો છું. સાગરમાથા પર કોઈ નક્કી સંખ્યામાં ચઢવાની મારી કોઈ યોજના નથી.
પ્રથમ ચઢાણનો અનુભવ
નેપાળના થામે ગામના રહેવાસી 54 વર્ષીય પર્વતારોહક 8,848.86 મીટર શિખર પર પહોંચ્યા છે. અને હિમાલય પર્વતારોહણના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. શેરપાએ પ્રથમવાર 1994માં 24 વર્ષની ઉંમરમાં ખતરનાક ટોચ પર ચઢાણ કર્યું હતું. જે બાદ તેનું નામ દુનિયાના બેસ્ટ પર્વતારોહીઓના ગાઈડની યાદીમાં આવ્યું. ઉપરાંતે તેઓએ આશરે દર સિઝનમાં વિદેશી પર્વતારોહકોને દુનિયા સૌથી ઉંચા પર્વતની ટોચ પર ચઢવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
એવરેસ્ટ પર પોતાનો ઐતિહાસિક સંખ્યા ઉપરાંત અનુભવી ગાઈડે કે-2, લ્હોત્સે, મનાસ્લુ અને ચો ઓયુ સહિત ઘણા હિમાલય દિગ્ગજો પર પણ ચઢાણ કર્યું છે. દુનિયાના 14 સૌથી ઉંચા ટોચ પૈકી આઠ તે નેપાળમાં જ છે.


