- બોપલ પોલીસે તપાસ કરતા 2 દિવસ પહેલા ગુમ થયેલા નિલેશ વાઘેલાને મૃતદેહ મળ્યો
- PM રિપોર્ટમાં ગળું દબાવી અને શરીર પર ઈજાઓ પહોંચાડીને હત્યા કર્યાનો ખુલાસો થયો
- બોપલ પોલીસે આ અંગે તપાસ તેજ કરી છે
અમદાવાદ શહેરમાં આવેલા બોપલ રિંગ રોડ પર આધેડના મૃતદેહ મળવાના કેસમાં પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. જે પ્રમાણે નિલેશ વાઘેલા 11 મેના રોજ SGVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી માટે જવા નીકળ્યા હતા પરંતુ સાંજ થવા આવી છતાં ઘરે ન આવતા પરિવારના સભ્યોએ તમામ જગ્યાએ તપાસ કરી હતી. આખરે પરિવારે બોપલ પોલીસ સ્ટેશનને નિલેશ વાઘેલા ગુમ હોવાની જાણ કરી હતી.
જો કે બોપલ પોલીસને 13મી મેના રોજ રિંગ રોડ પરથી એક બિનવારસી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું જેમાં રિપોર્ટમાં ગળું દબાવી શરીર પર ઈજાઓ કરી હત્યા કર્યા હોવાનો ચકચારી ખુલાસો થયો હતો. જેથી બોપલ પોલીસે પરિવારનો સંપર્ક કરી આ અંગે જણાવ્યું હતું. પરિવારે શકમંદ વ્યકિતનું નામ લખાવતા બોપલ પોલીસે આ અંગે આસપાસના વિસ્તારના CCTV અને હ્યુમન સોર્સ આધારે તપાસ તેજ કરી છે.


