- જૂન મહિનામાં ભારત અને રશિયા વચ્ચે ડ્રાફ્ટ કરાર પર હસ્તાક્ષર થશે
- રશિયા અને ભારતના નાગરિકો પરસ્પર અવરજવર સરળ રીતે થઈ શકશે
- પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી વીઝા ફ્રી એન્ટ્રી થશે
ભારત અને રશિયા વચ્ચેના સંબંધો પહેલાથી જ ઘણા મજબૂત રહ્યા છે પરંતુ હવે આ સંબંધોમાં વધુ એક પરિમાણ ઉમેરવામાં આવનાર છે. ભારત અને રશિયા વચ્ચે મોટો કરાર થઈ શકે છે. રશિયા અને ભારત એકબીજાના દેશો વચ્ચે નાગરિકોની અવરજવરને સરળ બનાવવા માટે જૂનમાં દ્વિપક્ષીય કરાર પર વિચાર મંથન શરૂ કરશે. રશિયાના એક મંત્રીએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે રશિયા અને ભારત પર્યટનને મજબૂત કરવા માટે વિઝા-મુક્ત, પ્રવાસીઓની એકબીજાના દેશની જૂથ મુલાકાત અંગેના કરારની નજીક છે.
બંને દેશો વચ્ચે પ્રગતિ થઈ છે
મળતી માહિતી પ્રમાણે આર્થિક વિકાસ મંત્રાલયના બહુપક્ષીય આર્થિક સહકાર અને વિશેષ પ્રોજેક્ટ્સના ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર નિકિતા કોન્દ્રાત્યેવને ટાંકીને કહ્યું કે ભારતે આ મુદ્દે પ્રગતિ કરી છે.
ભારત અને રશિયા તૈયારી કરી રહ્યા છે
આ અંગેના ડ્રાફ્ટ કરાર પર જૂનમાં ચર્ચા કરવામાં આવશે અને વર્ષના અંત સુધીમાં તેના પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, મંત્રીએ કઝાનમાં આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ, “રશિયા-ઇસ્લામિક વર્લ્ડ: કાઝાન ફોરમ-2024″ની બાજુમાં જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું, “રશિયા અને ભારત તેમના પ્રવાસન સંબંધોને મજબૂત કરવા આતૂર છે કારણ કે તેઓ વીઝા-મુક્ત જૂથ પ્રવાસી વિનિમય શરૂ કરવાની તૈયારી કરે છે.” વર્ષના અંત સુધીમાં દ્વિપક્ષીય સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાના હેતુ સાથે બંને દેશો વચ્ચે પ્રથમ રાઉન્ડની ચર્ચા જૂનમાં થશે.
પર્યટનને પ્રોત્સાહન આપવાનો હેતુ
મળતી માહિતી અનુસાર, રશિયાની યોજના ચીન અને ઈરાનની સાથે પહેલાની જેમ કરાયેલા કરાર ભારતની સાથે ફરી દોહરાવશે. રશિયા અને ચીને ગત વર્ષે એક ઓગસ્ટે વીઝા મુક્ત સમૂહ પર્યટનની શરૂઆત કરી હતી. તાજેતરના દિવસોમાં રશિયાએ ઈરાનની સાથે પણ આ રીતના કરારને અમલી કરશે. જેથી નવા યુગના પ્રવાસ-પર્યટનને પ્રોત્સાહન મળી રહે.


