- રાજકોટમાં સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ યથાવત્
- ત્યાગવલ્લભ સ્વામી દ્વારા પ્રવેશ આપાવાનો કરાયો ઈનકાર
- હરિપ્રસાદ સ્વામીની જન્મજ્યંતિ નિમિત્તે ભક્તો દર્શન કરવા ગયા હતા
રાજકોટમાં આવેલા સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયદનો વિવાદ રોકવાનું નામ નથી લેતો. પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમસ્વરૂપ સ્વામી જૂથનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. આત્મીય કૉલેજમાં આવેલી હરિમંદિરમાં હરિભક્તોને એન્ટ્રી ન અપાયોને આક્ષેપ થયા હતા.
આજે હરિપ્રસાદ સ્વામીન જન્મજયંતી હોવાાથી હરિભક્તો કૉલેજમાં આવેલા હરિમંદિરમાં દર્શન કરવા આવ્યા ત્યારે તેમને દર્શન ન કરવા દીધા હોવાનો આક્ષેપ થયો છે. ત્યાગવલ્લભ સ્વામી દ્વારા પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોને હરિમંદિરમાં પ્રવેશ ન અપાતા પ્રબોધ સ્વામી જૂથે યુનિવર્સિટી બહાર બેસી ધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે કોઈ મોટી ઘટના ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ હતી.


