- ફ્લાઈટના જમણા એન્જિનમાં આગ લાગી
- મોડી રાતે 11.12 મિનિટે બની હતી ઘટના
- ફ્લાઈટ લેન્ડ થતા જ આગ પર મેળવી લેવાયો કાબૂ
બેંગલુરુથી કોચ્ચિ જતી ફ્લાઈટને લઈને એ સમયે ઘટના બની હતી અને સાથે જ તેના એક એન્જિનમાં આગ લાગી હતી. ફ્લાઈટને તરત જ બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી છે અને તાત્કાલિક પ્રભાવથી આગને ઓલવી દેવામાં આવી હતી. આ સમયે એક મોટી જાનહાનિ ટળી. આ ઘટના મોડી રાતની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટની લેન્ડિંગ રાતે 11.12 મિનિટે કરાઈ. આ સમયે ઈમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી હતી. ફ્લાઈટના લેન્ડ થતા જ આગ ઓલવી દેવામાં સફળતા મળી હતી.
179 મુસાફરો અને 6 ચાલકદળના સભ્યો હતા સામેલ
મળતી માહિતિ અનુસાર તમામ 179 મુસાફરો અને ચાલક દળના 6 સભ્યોને ફ્લાઈટમાંથી સફળતા પૂર્વક બહાર કાઢવામાં સફળતા મળી હતી. એન્જિનમાં આગ લાગી હતી અને આ પછી ઈમરજન્સી લેન્ડિંગ કરાયું અને તેની પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
ફ્લાઈટના જમણા એન્જિનમાં લાગી આગ
કંપનીનું કહેવું છે કે જ્યારે ફ્લાઈટે ટેકઓફ કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેના જમણા એન્જિનમાં આગ લાગી છે. આ સમયે તરત નિર્ણય લેવાયો કે ફ્લાઈટનું ફરી લેન્ડિંગ કરી દેવામાં આવે. આ કારણે બેંગલુરુ એરપોર્ટ પર તેનું લેન્ડિંગ કરાયું. આ સાથે ગ્રાઉન્ડ સર્વિસને પણ આગની સૂચના આપી દેવામાં આવી હતી અને તમામ યાત્રીઓ અને અન્ય સભ્યોને પણ સુરક્ષિત બહાર કાઢી દેવામાં આવ્યા હતા.
આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
મળી રહેલી માહિતિ અનુસાર ચાલક દળે કોઈ સભ્યોને મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તમામને સુરક્ષા સાથે બહાર કાઢી દેવામાં આવ્યા હતા. આગના કારણે યાત્રીઓને થયેલી અસુવિધાને માટે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ તમામ યાત્રીઓને તેમના નક્કી સ્થાને પહોંચાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ફ્લાઈટમાં કયા કારણે આગ લાગી તેની તપાસ ચાલી રહી છે.


