- ઈમરાન ખાને સરકારી ખજાનામાં ગિફ્ટ જમા કરાવી નથી
- ઈમરાન અને પત્ની પર ગેરકાયદેસર રીતે 7 ઘડિયાળ વેચવાનો આરોપ
- ઈમરાન ખાનની અપીલ પર 24 જૂને થઈ શકે છે સુનાવણી
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને એક વધુ ઝટકો લાગ્યો છે. તોશાખાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીએ ગેરકાયદેસર રીતે તોશાખાનાની 7 ઘડિયાળો વેચી છે.
જાણો શું છે નિયમ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને તેમની પત્ની બુશરી બીબી પર તોશાખાના કેસમાં ગયા વર્ષે એક્શન લેવાયું હતું. દુનિયાના અનેક દેશમાં નિયમ છે કે અહીંના પ્રમુખ નેતાઓને જે પણ ગિફ્ટ અન્ય દેશમાંથી મળે છે તેને સરકારી ખજાનામાં જમા કરાવવાની રહે છે. આ નિયમનું પાલન જરૂરી છે. પણ ઈમરાન ખાન પર આરોપ છે કે તેઓએ આવું કર્યું નથી. તેમની પર અનેક પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ પણ છે.
7 ઘડિયાળો વેચવાનો આરોપ
એક રિપોર્ટ સામે આવી રહ્યો છે તેના આધારે જાણી શકાય છે કે પાકિસ્તાન તહરિક એ ઈંસાફના સંસ્થાપક ઈમરાન ખાન જેમને તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષી ગણવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર તેઓએ પ્રધાનમંત્રી કાર્યકાળ સમયે ઈમરાન ખાને તોશાખાના સાથે જોડાયેલી 7 ઘડિયાળો ગેરકાયદેસર રીતે વેચી. પૂર્વ પ્રધાનમંત્રીની વિરુધ્ધમાં ભ્રષ્ટાચારના કથિત નવા કેસમાં 10 મોંઘી ગિફ્ટમાં અધિકારીઓને રિપોર્ટ કર્યા વિના અને તેમને તોશાખાનામાં જમા કર્યા વિના રાખવાનો અને વેચવાનો આરોપ છે.
શું કહે છે કાયદો
પાકિસ્તાનના કાયદાના આધારે કોઈ પણ રાજ્યના પ્રમુખ, ફર્સ્ટ લેડી કે રાષ્ટ્રપતિએ જો પાકિસ્તાનના કોઈ પ્રમુખને ગિફ્ટ આપી છે અને તેની કિંમત 30 હજાર રૂપિયાથી વધારે છે તો તેને તોશાખાનામાં જમા કરાવવાની રહે છે.
બુશરા બીબી પર પણ આરોપ
એક રિપોર્ટ અનુસાર ઈમરાન ખાનની પત્ની, બુશરા બીબીએ રિંગ અને હાર સહિત 1 ઘડિયાળ અને જ્વેલરી મેળવી અને તેને તોશાખાનામાં જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખી લીધા. રાજ્યની ગિફ્ટ પોતાની પાસે રાખી લેવી અને તેને વેચી દેવાના પણ આરોપ છે.
શું કહે છે તપાસનો રિપોર્ટ
તપાસના રિપોર્ટના આધારે જાણવા મળ્યું કે લક્ઝરી વસ્તુની કિંમત એક ખાનગી મૂલ્યાંકન અને બેઈમાની અને બેજવાબદારીથી કરવામાં આવી છે. 7 ઘડિયાળામાંથી એક ગ્રેફ ઘડિયાળનો સેટ હતો. રિપોર્ટના આધારે ઘડિચાળને મોહમ્મદ શફીકને 5 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી.
ક્યારે થશે સુનાવણી
રિપોર્ટના સામે આવ્યા બાદ ઈમરાન ખાન અને બુશરા બીબીની સામે કેસ નોંધાયો છે. તેમની પત્નીને અલગ અલગ કોલ-અપ નોટિસ પણ આપવામાં આવી હતી. તેને તેઓએ કોર્ટમાં ચેલેન્જ આપી. કોર્ટ બુશરા બીબીની અપીલ પર 4 જૂને અને ઈમરાન ખાનની અપીલ પર 24 જૂને સુનાવણીની કરે તેવી શક્યતાઓ છે.


