શ્રી જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે મંગળવારે સ્નાત્ર પૂજાનું આયોજન
પૂ. આ. ભ. શ્રીમદ્ જયશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી યોજાશે ધાર્મિક મહોત્સવ
અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી જયશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરણાથી શ્રી જયધર્મ કલ્યાણ નિધિ ટ્રસ્ટ સંચાલિત ‘શ્રી જયાનંદ ધામ નવગ્રહ જિનાલય’ ખાતે તા. ૨૫ ઓગસ્ટ, મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે સ્નાત્ર પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક પ્રસંગના મુખ્ય લાભાર્થી પરિવાર ચેતનાબેન અતુલભાઈ પારેખ છે. સ્નાત્ર પૂજાનું સુંદર સંગીતમય આલેખન જયાનંદ ધામ પૂજા મંડળના બહેનો દ્વારા કરવામાં આવશે. આ ધાર્મિક આયોજનનો બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જયાનંદ ધામ, રાજકોટના મિલનભાઈ શાહ, કેતનભાઇ રાવલીયા, કેતનભાઇ દોશી, નિર્મલભાઇ શાહ અને દીપકભાઈ શેઠ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


