- ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અજરબેેજાન પ્રવાસે હતા
- દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં ઈરાનના વિદેશ મંત્રી પણ સામેલ હતા
- બચાવ ટીમને ખરાબ હવામાનને લીધે કાર્યવાહીમાં સમસ્યા
ઈરાન દેશના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ઈબ્રાહિમ રઈસી અજરબેજાનના પ્રવાસે હતા. આ અકસ્માત દરમિયાન હેલિકોપ્ટરમાં ઈરાનના રાષ્ટ્રપતિની સાથે તેના વિદેશ મંત્રી પણ સવાર હોવાનું સામે આવ્યું છે. જો કે, આ અકસ્માતમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં રહેલા હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયાનું સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે Mi-171 પ્રકારનું હેલિકોપ્ટર હતું. જો કે રાષ્ટ્રપતિના પોતાના કાફલામાં કુલ ત્રણ હેલિકોપ્ટર હોવાનો ખુલાસો થયો છે. આ દરમિયાન ઈરાન અને આસપાસ ખરાબ હવામાનને લીધે બચાવ ટીમને કાર્યવાહીમાં સમસ્યા નડી રહી હોવાનું સામે આવ્યું છે. ખરાબ હવામાનને લીધે હવે ડ્રોનથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આટલું ઓછું હોય તેમ રડાર પરથી ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો છે. આ પ્રકારના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. જેથી રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરની શોધ કરવામાં આવી રહી છે.


