થેલેસેમિયા સોસાયટી દ્વારા આવેદન
થેલેસેમિયાના દર્દીઓ શારીરિક તથા માનસિક રીતે સંધર્ષ કરી રહ્યા છે અને તેમાય તે ખાસ કરીને રકત મેળવવા માટે ખાસ સંધર્ષ કરવો પડી રહ્યો છે ત્યારે થેલેસેમિયાના દર્દીને રાશનકાર્ડ તથા અંત્યોદય કાર્ડ કાઢી આપવા માટે થેલેસેમીયા સોસાયટીએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક થેલેસેમિયા મેજર પેશન્ટના રાશનકાર્ડ ને 75 કાર્ડ કરી આપવામાં આવે જેથી સંઘર્ષ પૂર્ણ જીવનમાં થોડીક આર્થિક રાહત મળી રહે. તેમજ એસટી બસોમાં તો વિકલાંગને એસ.ટી.બસ તથા રેલવેમા લાભ આપવામાં આવે છે તેવી જ રીતે આવા જ લાભ થેલેસેમિયાના દર્દીઓને પણ મળવો જોઈએ.
આ ઉપરાંત વિકલાંગ સર્ટીફીકેટ માટે દર વખતે ટેસ્ટ અને લાંબી પ્રક્રિયા કરવી પડે છે તેમજ થેલેસેમિયાના મેજર બીમારી આવી જાય પછી તેનો રીપોર્ટ નેગેટિવ આવતો નથી આમ થેલેસેમીયાના દર્દીને પડતી મુશ્કેલીનો જલ્દી ઉકેલ આવે તેવી રજૂઆત કરી છે.


