લોધીકાના રાવકીમાં બુદ્ધવિહારમાં તંત્રનું ડિમોલીશન: અનુસૂચિત જાતી સમાજ દ્વારા વિરોધ પ્રદશન: દેખાવ કરનારાઓની અટકાયત
લોધિકા તાલુકાના રાવકી ગામે આજે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બુદ્ધ વિહારમાં ડોક્ટર બાબા lસાહેબ અને તથાગત ભગવાન બુદ્ધની પ્રતિમાને તોડી પડાતા ભારે વિવાદ થયો હતો અનુસૂચિત જાતિ સમાજના ટોળે ટોળાં ઉમટી પડયા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં આગેવાનોની અટકાયત કરવામાં આવી છે
મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લા કલેકટર ની સૂચના મળતા લોધિકા તાલુકા મામલતદાર દ્વારા લોધિકાના રાવકી ગામમાં સરકારી જમીન પર થયેલા દબાણ હટાવવા માટે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી જે અંતર્ગત રાવકી ગામે બુદ્ધ વિહાર માં તથાગત ભગવાન બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમાને પણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને ટોળે ટોળા બુદ્ધવિહાર પહોંચી પહોંચી ગયા હતા અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી અલ્લાબોલ મચાવ્યો હતો દેખાવકારોને પોલીસ દ્વારા તાકીદે અટકાયત કરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 23મીએ બુદ્ધ પૂર્ણિમાનો મંગલ પ્રસંગ હોય તેની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી તે પૂર્વે તંત્ર દ્વારા વિહારમાં ડેમોલેશનની કામગીરી કરવામાં આવતા ભારે રોષ રોજ જોવા મળી રહ્યો છે અને હલાબોલ મચાવવામાં આવ્યું છે આ સમાચાર વાયુ વગેરે જિલ્લામાં પ્રસરી જતા અનુસુચિત જાતિના અગ્રણીઓ અને બૌદ્ધિકો તાત્કાલિક રાવકી ગામે પહોંચી ગયા હતા અને ડેમોલેશન અટકાવવા માટેની માંગ કરી હતી
રાવકી ગામ વિરોધ પ્રદશનના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. વાતાવરણ તંગ બનતા પોલીસનો કાફલો પણ તાકીદે ગામમાં પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.પોલીસ દ્વારા ગામમાં હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે


