માધાપર ચોકડીથી આવતા ફોર વ્હીલ ચાલકોને ઓછામાં ઓછા ત્રણ વર્ષ થનારી કઠણાઇમાં રાહત આપવાનો સસ્તો અને સરળ વિકલ્પ
કોઇપણ ગામડું હોય, મહાનગર હોય કે પછી નાનુ શહેર, તેના મેટ્રો વિકાસ માટે થોડા સમય માટે અગવડતાઓ સહન કરવી પડતી હોય જ છે, અને વિકાસ માટે સહન કરવાની જ હોય. તેની સામે કોઇ સવાલ કે વિરોધ ન જ હોવો જોઇએ. પણ હા, વિકાસમાં થોડી વિવેક બુધ્ધિથી કામ લેવામા આવે તો અગવડતામાં થોડી ઘણી રાહત જરૂર મેળવી શકાય છે તેમા પણ શંકા કે સવાલ કરવાને કોઇ સ્થાન નથી. આવુ જ કંઇ રાજકોટના રાજાશાહી પાંચ દાયકા જૂના સાંઢિયા પુલના વિસ્તૃતિકરણના મેગા પ્રોજેક્ટમાં થવા જઇ રહ્યુ છે. ઓછામાં ઓછા ત્રણ વર્ષ કામ ચાલવાનું છે એ નક્કી વાત છે. અને આ ત્રણ વર્ષમાં શહેરના નાના-મોટા અઢી લાખ વાહનચાલકોના ખિસ્સામાંથી કરોડો રૂપિયાના ઇંધણનું આંધણ થવાનું છે. ખાસ કરીને ફોર વ્હીલ ચાલકો માટે આ કઠણાઇ વધુ થવાની છે. ફોર વ્હીલ માટે માત્ર સિવિલ હોસ્પિટલ ચોક તરફથી આવતા બ્રિજની ડાબી બાજુ ભોમેશ્વર ફાટક થઇને જૂના એરપોર્ટની દિવાલ થઇને પુન: જામનગર રોડ તરફ જ આવવાની એન્ટ્રી છે. માધાપર ચોકડી તરફથી સિવિલ હોસ્પિટલ તરફ આવવુ હોય તો આ ડાયવર્ઝન રૂટ પર નો-એન્ટ્રી છે. તેના વિકલ્પરૂપે ફોર વ્હીલ માટે જે ડાયવર્ઝન રૂટ જાહેરનામામાં નક્કી કરાયો છે તેમા લાંબી પ્રદક્ષિણા કરવી પડશે. તો ટુ વ્હીલ ચાલકોને ભલે આવવા-જવા માટે ભોમેશ્વર ફાટકના ડાયવર્ઝનથી એન્ટ્રીની મંજૂરી હોય આમછતા ટ-વ્હીલ ચાલકોને પણ દોઢ કિલોમીટરની પ્રદક્ષિણા કરવાની નોબત આવી જ છે. હજારો વાહનચાલકોની આ યાતના આ યાતના આજથી જ શરૂ થઇ ગઇ છે. આ યાતનામાં રાહત મળી શકે તેવો સરળ અને સસ્તો ઉપાય એ છે કે, જામટાવર તરફથી સાંઢિયા પુલની ડાબી બાજુ અયપ્પા મંદિર અને પરસાણાનગરને ટચ થઇને સીધા જ સાંઢિય પુલના બીજા છેડે નીકળી શકાય તેવો વિકલ્પ શક્ય છે જ. તેના માટે ખુબ આસાન કહી શકાય તેવો વિકલ્પ એ છે કે, આ રસ્તે આવતા રેલવે ક્રોસીંગ પાસે એક નાનુ એવુ ફાટક બનાવવુ. ખર્ચ બહુ લાંબો નથી. મેનપાવરમાં પણ માત્ર એક ફાટકમેનને જ રાખીને લાખો લોકોની અગવડતામાં રાહત અને અબજો રૂપિયાના ઇંધણનો વ્યય અટકાવી શકી છે. બસ જરૂર છે પ્રબળ ઇચ્છાશક્તિ અને અગવડતામાંથી પણ ઉપાય કાઢવાની વિવેકબુધ્ધિની. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના દિગ્ગજ કહી શકાય તેવા ટેકનિકલ નિષ્ણાંતો પાસેથી મળેલા યાંત્રિક ઉપાયો પરથી મનપા, રેલવે અને અન્ય સલંગ્ન ડિપાર્ટમેન્ટને ઢંઢોળવા માટે ‘અગ્ર ગુજરાત’એ જનતાની સમસ્યાને હળવી કરવા માટે સેતુરૂપ મુહીમ શરૂ કરી છે. લાખો જનતા વતી આશા રાખીએ કે, મનપા અને રેલવે તંત્ર આ દીશામાં વિવેકબુધ્ધિપૂર્ણ ઉપાય અપનાવે.
એક ફાટક બનાવો, ૮૦૦ મીટરની સુવિધાથી ફોર-વ્હીલને ૭ કી.મી.ની પ્રદક્ષિણાથી છૂટકારો
સિવિલ હોસ્પિટલથી સાંઢિયાપુલ તરફ આવતા ડાબી બાજુથી ડાયવર્ઝન કાઢવામા આવે તો પુન: જામનગર રોડ ચડી શકાય તેટલુ માત્ર ૮૦૦ મીટરનું જ અંતર છે. અહીં વચ્ચે આવતા રેલવે ક્રોસીંગ પર માત્ર ફોર વ્હીલ પસાર થઇ શકે તેટલુ ફાટક બનાવવામા આવે તો ફોર-વ્હીલ ચાલકોને સાત કિ.મી.થી વધુ પ્રદક્ષિણા ન કરવી પડે અને ઇંધણનો વ્યય ન થાય.
મોરબી રોડ ઓવરબ્રિજ બન્યો ત્યારે આ રીતે જ ત્રણ વર્ષ માટે હંગામી ફાટક બન્યુ હતુ
તેનાથી અડધા ખર્ચમાં બની શકે છે સાંઢિયાપુલ માટે નાનુ ફાટક
મોરબી રોડ પર ઓવરબ્રિજ વિજય રૂપાણીના મુખ્યમંત્રી કાળમાં થોડા વર્ષો પહેલા જ બન્યો હતો. અહીં હયાત પુલની જગ્યાએ નવો પુલ ભલે બન્યો નથી પણ ભૌગોલિક સ્થિતિ સાંઢિયા પુલ જેવી જ હતી. ટ્રાફિક જામ અને અન્ય મુશ્કેલીની આગોતરી ભડક આવી જ ગઇ હતી અને અંતે ત્યા આ જ રીતે હંગામી ફાટક ત્રણ વર્ષ માટે બનાવવામા આવ્યુ અને જયજવાન જય કિસાન સોસાયટી(મોરબી રોડ જકાતનાકા પાસે નીકળાતુ હતુ. સાંઢિયા પુલની બાજુમાં અયપ્પા મંદિર તરફ પણ આ જ વિકલ્પ અપનાવી શકાય તેમ છે. મોરબી રોડ બ્રિજ વખતે તો ટ્રક સહિતના હેવી ટ્રાફિક મોટે મોટુ હંગામી ફાટક બનાવવામા આવ્યુ હતુ પરંત અહીં તો ફોર-વ્હીલ નીકળી શકે તેટલુ નાનુ જ ફાટક બનાવવાની જરૂરિયાત હોય અત્યંત ઓછો આવી શકે તેમ છે.
મનપા અને રેલવેના બાબુઓ, જરા આટલુ તો વિચારો
ચોમાસામાં રેલનગર-પોપટપરા બેટમાં ફેરવાશે ત્યારે શું થશે
માધાપર ચોકડીથી સિવિલ હોસ્પિટલ ચોક તરફ કોઇને આવવુ હોય તો સ્કુટર માટે તો ભોમેશ્વર ફાટકનું ડાયવર્ઝન છે પણ ફોર વ્હીલ સહિતના લાઇટ વેટ વાહનો ફરજિયાત જે ડાયવર્ઝન નક્કી કરાયુ છે એ રેલનગર અન્ડરબ્રિજ થઇને જમણી બાજુ વળાંક વળી પોપટપરા નાલામાંથી થઇને સિવિલ હોસ્પિટલ ચોક આવવાનું રહેશે. સામાન્ય વરસાદમાં પણ રેલનગર અને પોપટપરા નાલુ બેટમાં ફેરવાય જાય છે. વિચારો તો ખરા કે ત્રણ વર્ષન સુધી દર ચોમાસે ચાર મહિના સુધી વરસતા વરસાદમાં રેલનગર અને પોપટપરા નાલામાં પાણી ભરાય જશે ત્યારે એ તરફના નક્કી કરાયેલા ડાયવર્ઝન પર જનાર ફોર વ્હીલચાલકોની હાલત કેવી થશે?
નવુ નાનુ ફાટક બનતા દેખીતી રીતે થનાર ફાયદો
- ટુ વ્હીલ માટે આવવા-જવા માટે ભોમેશ્વર ફાટકનું ડાયવર્ઝનનો વિકલ્પ રહેશે જ.
- અયપ્પા મંદિર પાસે માત્રને માત્ર ફોર વ્હીલ માટે નાનુ ફાટક બને તો કારચાલક સરળતાથી સિવિલ તરફ નીકળી શકશે.
- એરપોર્ટ દિવાલ(બગીચા) પાસેના ચોકમાં ચક્કાજામ થશે તેની પુરી ગેરન્ટી, નવુ ફાટક બનતા તેમા પણ રાહત થશે.


