- કેનેડાની યુનિવર્સિટીમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે
- વર્ષ-2013થી ભારતથી કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો
- કેનેડાના પ્રિંસ એડવર્ડ આઈલેન્ડે ઈમિગ્રેશ પોલિસીમાં ફેરબદલ કર્યો
કેનેડાનો પ્રિંસ એડવર્ડ આઈલેન્ડ એક ટચૂકડો પ્રાંત છે. આને પોતાના ઈમિગ્રેશન પરમિટમાં 25 ટકાનો કાપ મૂક્યો છે. જેના લીધે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે. આ ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેનેડાના આ પ્રાંતે પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં અચાનક કરેલા ફેરફારથી તેમના ભાવિ સાથે ચેડાં થયા છે. ઈમિગ્રેશન પોલિસીમાં ફેરબદલથી માત્ર ભારતીય જ નહિ પરંતુ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર લટકી ગયું છે. આ કારણથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
કેનેડા ઈન્ફ્રાસ્ટ્રકચર સામે ઝઝૂમી રહ્યું છે
ઈમિગ્રેશન પોલિસીમાં ફેરબદલથી નારાજ હજારો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હાથમાં પોસ્ટર, બેનર લઈ ભારતીય વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓને વર્ક પરમિટ એક્શટેંશનની માંગ કરી રહ્યા છે, જેને લઈ માર્ગો પર ઉતરી પડયા છે. પ્રિંસ એડવર્ડ આઈલેન્ડની ઈમિગ્રેશન પોલિસીમાં ફેરબદલ ઈમિગ્રેન્ટની સંખ્યા ઘટાડવા કરાયું છે. નવી પોલિસીમાં હેલ્થ કેર, ચાઈલ્ડ કેર અને બાંધકામમાં જરૂરી વર્કરને પ્રમુખતા અપાઈ છે. કેનેડાના આ પ્રાંતને પોતાના નાગરિકોને હેલ્થ કેર સપોર્ટ આપવામાં ઘણી તજવીજ કરવી પડી રહી છે.
કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા 10 વર્ષથી સતત વધી
કેનેડાની લેબર ફોર્સ ડેટા અનુસાર અહીં વર્ષ-2024ની પહેલા ચાર મહિનામાં રોજગારી અને ઉંમરની વસ્તીમાં 411,400 નો વધારો થયો છે. જે વર્ષ 2023ની સરખામણીમાં 47 ટકા વધુ છે. કામ કરતા લોકોની સંખ્યા વધવા પાછળનું કારણ મોટા પ્રમાણમાં કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું આવવાનું છે. જેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સમેલ છે. વર્ષ 2013 પછી કેનેડા જતા ભારતીય વિદ્યાર્થઈઓની સંખ્યા ભારે પ્રમાણમાં વધી છે. વર્ષ-2013થી 2023 વચ્ચે આ સંખ્યા 32,828થી વધી 139,715 થઈ છે. જે 326 ટકાના વધારો છે. આનાથી સ્પષ્ટ છે કે કેનેડાની યુનિવર્સિટીઓમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓ ઈમિગ્રેશન પોલિસીમાં ફેરબદલથી નિરાશ છે
પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ એટલે કે પીએઆઈમાં ભારતીય વિદ્યાર્થીઓ કાયમી રીતે રહેવાની મંજૂરી માટે વિરોધ કરી રહ્યા છે. ઈમિગ્રેશ પોલિસીમાં ફેરફારથી આ વિદ્યાર્થીઓમાં હતાશા અને તણાવ પેદા થયો છે. ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઈમિગ્રેશ પોલિસીમાં ફેરફારથી તેમનું ભાવિ અંધકારમય છે. આ વિદ્યાર્થીઓ હંગામી પરમિટ પર પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર ભારતીય વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનની સાથે ભૂખ હડતાળની પણ ધમકી ઉચ્ચારી છે. જો કે હજી કોઈ ભૂખ હડતાળની સૂચના નથી. આ પ્રાંતમાં ભારતીય વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન નવમી મેથી શરૂ થયું હતું અને હજી ચાલી રહ્યું છે.


