- માનવભક્ષી પતિ-પત્નીના કૃત્યથી પાડોશી, સગા-વ્હાલાં પણ ચોંકી ઉઠયાં
- રશિયામાં દંપતીના ફલેટમાંથી માનવ અંગો મળી આવતા હાહાકાર મચી
-
એક મોબાઈલ ફોનમાં રહેલા ફોટાથી વર્ષો બાદ ઘટના સામે આવી
રશિયામાં રહેતા એક પતિ-પત્નીને ખૂબ વિચિત્ર શોખ હતો. જો કે આ શોખ નહિ પરંતુ માનસિકતા જ બની ગઈ હતી. જી હા.. આ દંપતી માનવ માંસ ખાઈને તેના અંગોનો વિવિધ રેસિપી બનાવતા. આ ચકચારી ઘટના રશિયન કપલની છે. આ વાત સાંભળીને કંપારી છૂટી જાય પરંતુ આ એક સત્ય ઘટના છે.
પતિ-પત્ની મળીને લોકોની હત્યા કરતા અને તેમના મૃતદેહને કાપીને માનવ માંસ ખાતા. પોલીસને તેના ઘરમાંથી લોકોના શરીરના ટુકડા મળી આવ્યા હતા. ક્યાંક હાથ પડેલા હતા તો ક્યાંક માથું રાખવામાં આવ્યું હતું. માનવ માંસમાંથી બનાવેલ અથાણું મળી આવ્યું હતું. માનવ માંસ રાંધવા માટેની વાનગીઓ સાથેનું પુસ્તક મળ્યું. હા, નરભક્ષકની આ ભયાનક વાર્તા રશિયાની છે, જ્યાં એક દંપતી દિમિત્રી બક્ષીવ અને તેની પત્ની નતાલિયા બક્ષીવા 18 વર્ષથી માનવોની ખાઈને પેટ ભરતા હતા.
વર્ષોથી દંપતી માનવ માંસ આરોગતા
વર્ષ-1999માં શરૂ થયેલ નરભક્ષનો અંત વર્ષ-2017માં આવ્યો હતો. જ્યારે લોકોને રસ્તા પર પડેલો એક ત્યજી દેવાયેલ ફોન મળ્યો. જેમાં પોલીસને બે લોકોનાં કપાયેલા માનવ હાથ સાથેના ફોટોગ્રાફ મળ્યા. પોલીસ ફોન ટ્રેસ કરીને દિમિત્રી અને નતાલિયા સુધી પહોંચી. જ્યારે પોલીસે ક્રાસ્નોદરમાં તેના ફ્લેટની તપાસ કરી, ત્યારે તેમને શરીરના કેટલાય વિચ્છેદ થયેલા અંગો, માનવ માંસમાંથી બનાવેલા અથાણાં અને નરભક્ષીતાના વીડિયો મળ્યા. પતિ-પત્નીએ 18 વર્ષમાં લગભગ 30 લોકોને માર્યા અને નરભક્ષીનો શિકાર બનાવ્યા હતા.
ચકચારી માનવ હત્યા કેસની તપાસમાં ભયંકર રહસ્ય સામે આવ્યું
વેઈટ્રેસ એલેના વશ્રુશેવાની હત્યા કેસની તપાસ કરતી વખતે પોલીસ નરભક્ષી પતિ-પત્ની સુધી પહોંચી અને રસ્તા પરથી મળેલો ફોન પણ તેમનો જ હોવાનું જાણવા મળ્યું હતું. બંનેની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે નતાલિયાએ તેના પતિને ફસાવવાની શંકામાં વેઇટ્રેસ, એલેના વશ્રુશેવાને છરી મારી હતી. ઘટના સપ્ટેમ્બર 2017ની છે. નતાલિયાને એલેનાની હત્યાને પ્રોત્સાહન આપવા બદલ દોષી ઠેરવ્યા બાદ કોર્ટે 2018માં તેને 11 વર્ષની જેલની સજા ફટકારી હતી.
વર્ષ-2019માં નતાલિયાના પતિ દિમિત્રીને એલેનાની હત્યા માટે 13 વર્ષની જેલ કરવામાં આવી હતી, પરંતુ તે જેલમાં ટીબીથી મૃત્યુ પામ્યો હતો. નતાલિયાને તેના પતિના મૃત્યુ પર વળતર તરીકે ત્રણ લાખ રુબેલ્સ મળ્યા, પરંતુ તેણે 5 મિલિયન રુબેલ્સની માંગણી કરી અને તેની માંગ નકારી કાઢવામાં આવી. નતાલિયા સામે કોઈ વધુ આરોપો સાબિત થયા નથી. તેથી તે વર્ષ-2029 માં 54 વર્ષની વયે જેલમાંથી મુક્ત થશે.
માનવ માંસ ખાતા લોકોના ઘરેથી શરીરના અંગો મળ્યાં
મળતી માહિતી અનુસાર, દિમિત્રી બક્શીવ અને નતાલિયા બક્શીવા 18 વર્ષથી લોકોની હત્યા કરી રહ્યા હતા. પોલીસને આરોપીઓના ફ્લેટમાંથી કેટલાક ફોટા મળી આવ્યા છે. જેમાં એક 28 ડિસેમ્બર 1999ની તી. જેમાં થાળી અને નાકના રૂપે લીંબું અને આંખોના રૂપથી જેતુન હતું. એલેનાના શરીરના કેટલાક હિસ્સા પણ ફ્રિઝમાંથી મળી આવ્યા હતા. કેટલાક અંગો ફ્રાઈંગ પેનમાં પણ જોવા મળ્યાં.


