- તાઈવાન અને ચીન વચ્ચે યુદ્ધ ખાળવા અમેરિકાનો પ્રયાસ
- આવતા મહિને સિંગાપુરમાં 40થી વધુ દેશના સંરક્ષણ પ્રધાનોની બેઠક મળશે
- અમેરિકાના સંરક્ષણ પ્રધાન અને ચીનના મંત્રી વચ્ચે મુલાકાત થશે
ચીન તરફથી તાઈવાન પર દબાણ વધારવા તાજેતરમાં કરાયેલા યુદ્ધાભ્યાસ અને દ્વીપને ચારેબાજુથી ઘેરાવ પછી અમેરિકા એલર્ટ થઈ ગયું છે. આ બાજુ ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ટોચ પર પહોંચી ગયો છે. આવામાં અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન આગામી અઠવાડિયે સિંગાપુરમાં એશ રક્ષા સંમેલાનમા ચીનના પોતાના સમકક્ષ એડમિરલ ડોંગ સાથે મુલાકાત કરવાના છે. અમેરિકી સંરક્ષણ વિભાગની મુખ્ય કચેરી પેંટાગોને શુક્રવારે આ જાહેરાત કરી હતી. એપ્રિલમાં ફોન પર વાત કર્યા પછી બંને નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક મળવાની છે.
પેંટાગનના જણાવ્યા પ્રમાણે ઓસ્ટિન શુક્રવારે એક મિલિટરી હોસ્પિટલમાં કિડનીને લગતી સારવાર લીધી હતી. કારણ કે અગાઉ ઓસ્ટિન ડિસેમ્બરમાં પ્રોસ્ટેટ કૅન્સરની સારવાર લીધી હતી જે બાદ તેમને કિડનીની સમસ્યા ઉત્પન્ન થઈ હતી. જો કે સારવાર સફળ રહી અને ઓસ્ટિન ઘરે આવી ગયા છે તેઓએ ફરીથી કામકાજ શરૂ કરી રહ્યા છે. પેંટાગોનના અધિકારીએ કહ્યું કે આ સમય તેમના સત્તાવાર કાર્યક્રમમાં કોઈ ફેરફારની આશા નથી.
40થી વધુ દેશોના સંરક્ષણ મંત્રીઓ સાથે બેઠક યોજાશે
આવતા મહિને સિંગાપુરમાં મળનારી સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ઓસ્ટિન અને ચીનના સંરક્ષણ પ્રધાન ડોંગ મળશે. આ બેઠકમાં 40થી વધુ દેશોના સંરક્ષણ પ્રધાનો અને સરકારી અધિકારીઓની આ વાર્ષિક બેઠક હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા નવેમ્બરમાં કેલિફોર્નિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગની યજમાની કરી મુલાકાત કરશે. ત્યારબાદ બંને સરકાર એકબીજા સાથે સંપર્ક વધારશે.


